-->
GTUમાં ફાર્મસીના સ્ટુડન્ટ્સ માટે 11-12 જૂને ફાર્મા સેક્ટરની 70 કંપનીઓ ભાગ લેશે

GTUમાં ફાર્મસીના સ્ટુડન્ટ્સ માટે 11-12 જૂને ફાર્મા સેક્ટરની 70 કંપનીઓ ભાગ લેશે

 

GTUમાં ફાર્મસીના સ્ટુડન્ટ્સ માટે 11-12 જૂને ફાર્મા સેક્ટરની 70 કંપનીઓ ભાગ લેશે





જીટીયુ ખાતે આગામી 11-12 જૂનના રોજ સેન્ટ્રલાઈઝડ ફાર્મસી પ્લેસમેન્ટ ફેરનંુ આયોજન કરવામાં આવ્યું છે. આ ફેરમાં એપોલો, હિમાલયા, વાસા, ઝાયડસ જેવી ફાર્માસ્યુટિકલ ક્ષેત્રની 70થી વધુ અગ્રણી કંપનીઓ હાજર રહી નોકરી ઓફર કરશે.

જીટીયુના પ્લેસમેન્ટ સેલ દ્વારા આગામી 11 અને 12 જૂનના રોજ જીટીયુ અને યૂથ ડેવલોપમેન્ટ ફાર્માસ્યુટિકલ્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે જીટીયુના ચાંદખેડા કેમ્પસ ખાતે 9મા સેન્ટ્રલાઈઝડ ફાર્મસી પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જીટીયુ સાથે સંકળાયેલી તમામ ફાર્મસી કોલેજના વર્ષ 2022ના વર્ષમાં પાસ થયેલા ડી.ફાર્મ, બી.ફાર્મ, એમ.ફાર્મ., ફાર્મા.ડી, પી.એચડી.ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે.

જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું છે કે, ‘જીટીયુ વિદ્યાર્થીઓના શિક્ષણની સાથે તેમના રોજગારલક્ષી કાર્યક્રમો માટે પણ સતત કાર્યશીલ રહે છે. આ પ્લેસમેન્ટ ફેરથી 1500 જેટલા વિદ્યાર્થીઓને રોજગારીની તકો પૂરી પાડવામાં આવશે.’ આ ફેરમાં 1500થી વધુ જગ્યાઓ માટે પ્લેસમેન્ટ પૂરું પડાશે. પ્લેસમેન્ટ ફેરમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓ https://tinyurl.com/GTU9thPharmacy-placement-fair લિંક પર રજિસ્ટ્રેશન કરાવી શકશે. તમામ વિદ્યાર્થીઓએ કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.

0 Response to "GTUમાં ફાર્મસીના સ્ટુડન્ટ્સ માટે 11-12 જૂને ફાર્મા સેક્ટરની 70 કંપનીઓ ભાગ લેશે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel