-->
GUJARAT માં મેઘાડંબર બાદ અનેક જિલ્લાઓમાં વરસાદ, એક જ વરસાદમાં શેત્રુંજી નદીમાં પાણી

GUJARAT માં મેઘાડંબર બાદ અનેક જિલ્લાઓમાં વરસાદ, એક જ વરસાદમાં શેત્રુંજી નદીમાં પાણી

 

GUJARAT માં મેઘાડંબર બાદ અનેક જિલ્લાઓમાં વરસાદ, એક જ વરસાદમાં શેત્રુંજી નદીમાં પાણી




ગુજરાતમાં આજથી અધિકારીક રીતે મેઘરાજાએ મંડાણ કર્યું હોય તેવું લાગી રહ્યું છે. આજે ગુજરાતનાં અનેક વિસ્તારોમાં અતિસામાન્યથી સામાન્ય વરસાદ જોવા મળ્યો હતો. ખાસ કરીને જંગલ આચ્છાદિત હોય તેવા જિલ્લાઓમાં વરસાદ વધારે નોંધાયો હતો. અમરેલી, ભાવનગર, પાટણ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ થતા લોકોએ રાહત અનુભવી હતી. કેટલાક સ્થળોએ તો એટલો વરસાદ વરસ્યો હતો કે નદીમાં પાણી નિકળી ગયા હતા. હાલ તો વરસાદના પગલે નાગરિકોથી માંડી હવામાન વિભાગ અને સરકાર તમામ ખુશ છે. 

અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. શેડુભાર અને આસપાસનાં વિસ્તારોમાં વરસાદના પગલે ખેતર બહાર પાણી નિકળી ગયા હતા. વરસાદના કારણે ઠંડક પ્રસરી હતી. નાળ, ઠવી, વિરડીમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. તો બીજી તરફ ઉપરવાસમાં પણ વરસાદ થવાનાં કારણે શેત્રુંજી નદીમાં પાણી છલી વળ્યાં હતા. તો અમરેલીને અડીને આવેલા જિલ્લા ભાવનગરમાં પણ મેઘરાજાએ પધરામણી કરી હતી. ભાવનગર ગ્રામ્ય પંથકમાં પણ વાદળોના ભારે ગડગડાટ સાથે વરસાદ થયો હતો. ભાવનગર ગ્રામ્ય પંથકમાં ભારે મેઘાડંબર બાદ ગડગડાટ સાથે વરસાદ વરસી પડ્યો હતો. ઘાંઘળી, નેસડા, ભોળાદ, કરદેજ, માઢિયા, સહિતના ગ્રામ્ય પંથકમા વરસાદ થયો હતો. અમરેલીના સાવરકુંડલા તાલુકાના સેંજળ ગામમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભાવનગર શહેરના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો.

ભાવનગર જિલ્લાના વાતાવરણમાં આવેલા પલટા બાદ અનેક તાલુકા પંથકમાં વરસાદ થયો હતો. ભાવનગર જિલ્લાના વાતાવરણમાં આવેલા પલટા બાદ અનેક તાલુકા પંથકમાં વરસાદ થયો હતો. જેસર તાલુકા બાદ ઉમરાળા તાલુકા પંથકમાં પણ અચાનક વરસાદ વરસતા ઠંડક પ્રસરી હતી. રંઘોળા, ભૂતિયા, લીમડા, પરવાળા, ધરવાળા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદને પગલે નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતો લાંબા સમયથી ખેડકામ સાથે જોડાઈ જમીન તપાવી રહ્યા છે. તેવામાં વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.

ગઢડા તાલુકાના ઢસા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન અને કડાકાભડાકા સાથે ધીમે ધારે વરસાદ શરૂ થયો હતો. ઢસા ઢસાગામ જલાલપુર માંડવા વિકળીયા પાટણા રસનાળ પાડાપાન સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધીમે ધારે વરસાદ શરૂ થયો હતો. અચાનક વાતાવરણમાં પલટો આવતાં ભારે પવન અને કડાકાભડાકા સાથે ધીમે ધારે વરસાદ શરૂ થયો હતો. પવન સાથે વરસાદ શરૂ થતાં શહેરીજનોને બફારાથી રાહત મળી હતી.

તો બીજી તરપ ઉત્તર ગુજરાતના પાટણમાં પણ વરસાદ નોંધાયો હતો. પાટણના વારાહી વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. અસહ્ય ગરમીબાદ વરસાદના કારણે પશુઓ અને પ્રાણીઓમાં પણ ભારે રાહત જોવા મળી હતી. પહેલાથી જ વાદળછાયા વાતાવરણના કારણે લોકોમાં ઠંડક પ્રસરી હતી. હાઇવે વિસ્તારના વારાહી, બામરોલી, માનપુરામાં ધીમીધારે વરસાદ પડ્યો હતો.







0 Response to "GUJARAT માં મેઘાડંબર બાદ અનેક જિલ્લાઓમાં વરસાદ, એક જ વરસાદમાં શેત્રુંજી નદીમાં પાણી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel