NEW CHOICE બોલિવૂડ ફિલ્મ બે વીકમાં આઉટ થઈ રહી છે, પણ સાઉથની ફિલ્મો 13મા વીકે પણ હિટ
NEW CHOICE બોલિવૂડ ફિલ્મ બે વીકમાં આઉટ થઈ રહી છે, પણ સાઉથની ફિલ્મો 13મા વીકે પણ હિટ
થિયેટરમાં ઓડિયન્સ બોલિવૂડ ફિલ્મો કરતા સાઉથની ફિલ્મોને વધુ પ્રિફર કરે છે. જેના લીધે હાલમાં રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મોને ઓડિયન્સ ઓછી મળે છે અને 13 વીક પહેલા રિલીઝ થયેલી સાઉથની ફિલ્મના શો આજે પણ ચાલે છે. બોલિવૂડની બિગ બજેટ મૂવીઝ જેણે ભરપૂર માર્કેટિંગ કર્યું હોય તે ફિલ્મોને ઓડિયન્સ પસંદ નથી કરી રહી જ્યારે સાઉથની ફિલ્મો પેન ઈન્ડિયા હિટ થાય છે.
ઓડિયન્સને બોલિવૂડ ફિલ્મો વધુ પસંદ નથી
સાઉથની ફિલ્મોને સારો રિસ્પોન્સ મળ્યા બાદ હવે બોલિવૂડની ફિલ્મોને ઓડિયન્સ ખાસ પસંદ નથી કરી રહી. સાઉથની ફિલ્મ 13 વીકથી સતત ચાલે છે, જ્યારે બોલિવૂડ ફિલ્મો માંડ બે વીક ચાલે છે. થોડા સમય પહેલા તો બોલિવૂડની એક ફિલ્મને ઓડિયન્સ ના મળતા તેના શો પણ કેન્સલ કરવા પડ્યા હતા. > વાઈડ એન્ગલ
સાઉથ અને હોલિવૂડની ફિલ્મો સારો બિઝનેસ આપે છે
વીકેન્ડમાં સામાન્ય બિઝનેસ મળે છે પણ વીકડેઝમાં બોલિવૂડની ફિલ્મો ઓછી જોવાય છે. હાલ ઓડિયન્સ હોલિવૂડ-સાઉથની ફિલ્મો જોવી વધુ પસંદ કરે છે. જેના લીધે બોલિવૂડની ફિલ્મો કરતા સાઉથ અને હોલિવૂડની ફિલ્મો સારો બિઝનેસ કરાવે છે.
એન્ટરટેઇનમેન્ટ અને કન્ટેન્ટની ડિમાન્ડ વધી
અત્યારે એક વીક છોડીને બીજા વીકે એક સારી ફિલ્મ રિલીઝ થઈ રહી છે જેના લીધે લોસ પણ રિકવર થઈ જાય છે. ઓડિયન્સ હવે ફિલ્મોમાં કન્ટેન્ટ અને એન્ટરટેઈનમેન્ટની ડિમાન્ડ કરે છે અને તે હાલ સાઉથની ફિલ્મોમાં વધુ જોવા મળતી હોવાથી તે બોલિવૂડની ફિલ્મો પર હાવી થઈ રહી છે.
0 Response to "NEW CHOICE બોલિવૂડ ફિલ્મ બે વીકમાં આઉટ થઈ રહી છે, પણ સાઉથની ફિલ્મો 13મા વીકે પણ હિટ"
ટિપ્પણી પોસ્ટ કરો