વડાપ્રધાન મોદી વડોદરાની મુલાકાતે: PMના રોડ શોનો રૂટ બદલાયો,
વડાપ્રધાન મોદી વડોદરાની મુલાકાતે: PMના રોડ શોનો રૂટ બદલાયો, જાણો ક્યાથી નિકળશે
ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં ચૂંટણી આવી રહી છે ત્યારે વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાતની સંખ્યા વધી રહી છે. 10મી જૂને અમદાવાદની મુલાકાત લેનારા વડાપ્રધાન 18મી જૂને લાંબા સમય બાદ વડોદરા મુલાકાતે આવી રહ્યા છે. વડોદરામાં PM મોદીના રોડ શોનો રૂટ બદલાયો છે. અગાઉ ચાર કિલોમીટરના રોડ શોનું આયોજન હતુ. પરંતુ હવે વડોદરા હરણી એરપોર્ટ થી કારેલીબાગ,સંગમ ચાર રસ્તા થઈ આજવા લેપ્રસી મેદાન તરફનો સાડા પાંચ કિલોમીટરનો રૂટ નક્કી થયો છે.
પીએમ એરપોર્ટથી લેપ્રસી ગ્રાઉન્ડ સુધી રોડ શો અને ત્યારબાદ સભા સંબોધિત કરશે. આ પ્રસંગે પાંચ લાખથી વધુ લોકો રોડ શો તથા સભા દરમિયાન ઉપસ્થિત રહેશે. આ સમયે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. દરમિયાન આજરોજ અધિકારીઓ, પદાધિકારીઓ, ભાજપ પક્ષના આગેવાનો, પોલીસ પ્રશાસનએ આયોજન સંદર્ભે સુચારુ વ્યવસ્થાના ભાગરૂપે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. વડોદરાના મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે, એરપોર્ટથી સભાસ્થળ સુધી ભવ્ય રોડ શો તથા સભાની તૈયારીઓ ચાલી રહી છે. જેના ભાગરૂપે કાર્પેટ પાથરવી, રંગરોગાન સહિતની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી છે.
PM મોદી વડોદરાની મુલાકાતે
ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં ચૂંટણી આવી રહી છે. ત્યારે વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાતની સંખ્યા વધી રહી છે. વડાપ્રધાન 18મી જૂને લાંબા સમય બાદ વડોદરા મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ એરપોર્ટથી લેપ્રેસી ગ્રાઉન્ડ સુધી રોડ શો અને ત્યારબાદ સભા સંબોધિત કરશે.
આ પ્રસંગે પાંચ લાખથી વધુ લોકો રોડ શો તથા સભા દરમિયાન ઉપસ્થિત રહેશે. આ સમયે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. દરમિયાન અધિકારીઓ, પદાધિકારીઓ, ભાજપ પક્ષના આગેવાનો, પોલીસ પ્રશાસનએ આયોજન સંદર્ભે સુચારુ વ્યવસ્થાના ભાગરૂપે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. વડોદરાના મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે, એરપોર્ટથી સભાસ્થળ સુધી ભવ્ય રોડ શો તથા સભાની તૈયારીઓ ચાલી રહી છે. જેના ભાગરૂપે કાર્પેટ પાથરવી, રંગરોગાન સહિતની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી છે.
તમામ પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવી રહી છે
ગુજરાત રાજ્યની વિધાનસભા 2022ની ચૂંટણીને અંતર્ગત તમામ પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે આ વચ્ચે દેશના કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આગામી 11 જૂને દીવની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 11 તારીખે દીવ પહોંચશે અને રાત્રિ રોકાણ બાદ 12 જૂને દીવથી રવાના થવાના છે.

0 Response to "વડાપ્રધાન મોદી વડોદરાની મુલાકાતે: PMના રોડ શોનો રૂટ બદલાયો,"
ટિપ્પણી પોસ્ટ કરો