1 ફેબ્રુઆરીએ સ્નાન-દાન તિથિ ક્ષય હોવા છતાંય 9 દિવસ ગુપ્ત નવરાત્રિ રહેશે
બીજ તિથિનો ક્ષય પરંતુ આઠમની વૃદ્ધિ
પંડિતોના મત પ્રમાણે ગુપ્ત નવરાત્રિમાં તિથિ ઘટવી યોગ્ય માનવામાં આવતું નથી. પરંતુ આ વખતે ગુપ્ત નવરાત્રિમાં આઠમ તિથિનો વધારો થશે. એટલે સુદ પક્ષમાં દિવસ બરાબર હોવું શુભ સંયોગ છે, જે મંગળકારી રહેશે. આ યોગમાં કરવામાં આવતી પૂજા, દાન-પુણ્ય અને ખરીદી ખાસ ફળદાયી અને સમૃદ્ધિકારક રહેશે.
ગ્રંથોમાં માઘી અમાસને મૌની અમાસ પણ કહેવામાં આવે છે. જે 31 જાન્યુઆરીએ બપોરે લગભગ 2.30 કલાકે શરૂ થઈ જશે અને 1 ફેબ્રુઆરીએ 11.16 સુધી રહેશે. આ તિથિએ મનુ ઋષિનો જન્મ દિવસ પણ ઊજવવામાં આવે છે. ઋષિઓ અને પિતૃઓને નિમિત્ત કરવામાં આવતી પૂજા, જલાર્પણ અને દાન કરવા માટે આ બંને દિવસ ઉત્તમ ફળદાયી રહેશે. આ પર્વમાં પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પણ પરંપરા છે.
ગુપ્ત નવરાત્રિ- 2 થી 10 ફેબ્રુઆરી સુધી
મહા મહિનામાં આવતી ગુપ્ત નવરાત્રિ 2 થી 10 ફેબ્રુઆરી સુધી રહેશે. આ નવરાત્રિમાં દેવી મંદિરમાં ખાસ પૂજા-અર્ચના કરવામાં આવશે. માતા દુર્ગાના અનેક ભક્ત નવ દિવસ ઉપવાસ રાખીને સપ્તશતી અને ચાલીસા વગેરેનો પાઠ કરી વિવિધ પ્રકારની સાધનાઓ કરશે. આ નવરાત્રિ શક્તિની પૂજા માટે ખાસ માનવામાં આવે છે. પંડિતો પ્રમાણે વર્ષમાં ચાર નવરાત્રિ હોય છે. તેમાં શારદીય અને ચૈત્ર નોરતા પ્રકટ અને મહા અને અષાઢમાં આવતી નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે. આ મહિને સુદ પક્ષ 2 થી 16 ફેબ્રુઆરી સુધી એટલે 15 દિવસનો રહેશે. આ કારણે ગુપ્ત નવરાત્રિ પણ 9 દિવસના રહેશે, જેમાં કરવામાં આવતી પૂજા, આરાધના ખાસ ફળદાયી રહેશે
#BHAKTI #SAMKAKSHGUJARAT
0 Response to " 1 ફેબ્રુઆરીએ સ્નાન-દાન તિથિ ક્ષય હોવા છતાંય 9 દિવસ ગુપ્ત નવરાત્રિ રહેશે"
ટિપ્પણી પોસ્ટ કરો