5Gથી હજારો વિમાનોને જોખમઃ
એર ઈન્ડિયાએ અમેરિકા માટે પોતાની ફ્લાઈટ્સમાં કાપ મૂકી દીધો છે. તેણે એવું 19 જાન્યુઆરીથી અમેરિકામાં લોન્ચ થયેલી 5G સેવાને ધ્યાનમાં રાખીને કર્યું છે. અનેક અમેરિકન એરલાઈન્સ અગાઉથી જ એરલાઈન્સ પર અસર પડવાની વાત કહીને 5Gના લોન્ચિંગને ટાળવાની અપીલ કરી રહી હતી.
ચાલો, સમજીએ કે આખરે કઈ રીતે 5G નેટવર્કથી એરલાઈન્સ પર પડશે અસર? આખરે કેમ 5Gને ટાળવાની થઈ માગ? ભારત પર પડશે એની કેટલી અસર?
5G ટેકનોલોજીથી વિમાનોને શું છે મુશ્કેલી?
અમેરિકામાં સિવિલ એવિએશનને રેગ્યુલેટ કરનારી એજન્સી ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FFA) અને ઓછામાં ઓછી 10 અમેરિકન એવિએશન કંપનીઓએ 5G સેવાથી વિમાનોના ઓપરેશન અને સુરક્ષા પ્રભાવિત થવાની આશંકા વ્યક્ત કરી છે.
હવે જાણીએ એવું કેમ કહેવામાં આવી રહ્યું છે...
👉 5G સેવાઓ રેડિયો સિગ્નલ પર આધારિત હોય છે. અમેરિકામાં 5G માટે જે રેડિયો ફ્રિકવન્સીનો ઉપયોગ થઈ રહ્યો છે એને C-બેન્ડ નામથી ઓળખવામાં આવે છે.
👉 વાસ્તવમાં અમેરિકાએ 2021માં પોતાની મોબાઈલ કંપનીઓ માટે 5Gના મિડ-રેન્જ બેન્ડવિડ્થ (3.7-3.9 GHz)ની ફ્રિકવન્સીની હરાજી કરી હતી. જ્યારે વિમાનના અલ્ટીમીટર રેડિયો સિગ્નલ પણ લગભગ આ જ રેન્જવાળી ફ્રિકવન્સી 4.2-4.4 GHz)નો ઉપયોગ કરે છે.
👉 5Gની ફ્રિકવન્સી અને વિમાનના અલ્ટીમીટરની ફ્રિકવન્સી લગભગ એક જ રેન્જમાં હોવાને કારણે જ વિમાનોની સુરક્ષા અને તેના ટ્રાવેલ રૂટ એટલે કે નેવિગેશન માટે જોખમ સર્જાવાની આશંકા રહે છે.
👉 અલ્ટીમીટર માત્ર પ્લેન જમીનથી કેટલી ઊંચાઈ પર ઊડી રહ્યું છે એ જ માપતું નથી, પરંતુ એની સેફ્ટી અને નેવિગેશન સિસ્ટમ માટે પણ ડેટા પ્રોવાઈડ કરે છે.
👉 5G ટ્રાન્સમિશન પ્લેનના અલ્ટીમીટર જેવાં યંત્રો યોગ્ય રીતે કામ કરવામાં અવરોધ પેદા કરી શકે છે, એનાથી પ્લેનનું લેન્ડિંગ પ્રભાવિત થવાનું જોખમ રહે છે.
👉 અલ્ટીમીટરનો યુઝ જહાજની ઊંચાઈ બતાવવા ઉપરાંત ઓટોમેટિક લેન્ડિંગમાં પણ કરવામાં આવે છે.
👉 અલ્ટીમીટરનો ડેટા વિમાનો માટે ખતરનાક મનાતા વિન્ડ શીયર એટલે કે વાતાવરણમાં શોર્ટ ડિસ્ટન્સ પર હવાની સ્પીડ/કે દિશામાં અંતર વિશે સાવધ કરવામાં પણ કામમાં આવે છે.
👉 અલ્ટીમીટરના પ્રભાવિત થવાથી ખરાબ હવામાન, વાદળો કે ધુમ્મસ દરમિયાન વિમાન માત્ર વિઝ્યુઅલ ડેટા પર નિર્ભર રહેવા મજબૂર થશે, જેનાથી લેન્ડિંગ અને ટેક ઓફ પ્રભાવિત થશે.
👉 પ્લેનના રેડિયો અલ્ટીમીટરના પ્રભાવિત થવાથી વિમાનની ઓટોમેશન સિસ્ટમ કે પાયલોટ ખાસ કરીને જમીનની નજીક પહોંચવા પર સચોટ અંદાજ ન મેળવી શકવાથી દુર્ઘટનાની આશંકા વધુ રહેશે.
ટેલિકોમ ઈન્ડસ્ટ્રીએ પ્લેન પર અસરની આશંકાને નકારી દીધી
અમેરિકામાં 5G સેવા લાવનાર કંપનીઓ વેરિઝોન અને AT&T કહે છે કે ઓછામાં ઓછા 40 અન્ય દેશોમાં 5G સેવાઓ શરૂ થઈ ચૂકી છે. એમાંથી કોઈપણ દેશમાં વિમાન સેવાઓમાં કોઈ પ્રકારનો અવરોધ થયાની ફરિયાદ મળી નથી.
અમેરિકન ટેલિકોમ કંપનીઓએ આવી કોઈપણ મુશ્કેલીથી બચવા માટે ફ્રાંસની જેમ ઓછામાં ઓછાં 50 અમેરિકન એરપોર્ટ પર છ મહિના માટે બફર ઝોન બનાવવા અંગ સહમતી દર્શાવી છે.
ભારત પર પડશે કેવી અસર?
ભારતમાં આગામી થોડા મહિનાઓમાં દિલ્હી, મુંબઈ સહિત 13 મોટાં શહેરોમાં 5Gની ટ્રાયલ શરૂ થવાની છે. અમેરિકામાં 5G સેવાઓની વિમાનો પર પડનારી અસરને જોતાં એર ઈન્ડિયાએ 19 જાન્યુઆરીથી અમેરિકા માટે પોતાની ફ્લાઈટ્સને ઘટાડી છે કે કેટલીક ફ્લાઈટ્સ રદ કરી છે.
ભારતમાં અત્યારે 5G સેવાઓની એવિએશન ઈન્ડસ્ટ્રી પર અસર સામે આવવાનું બાકી છે, પરંતુ અમેરિકામાં આ પ્રકારની મુશ્કેલીઓ પછી મનાય છે કે જ્યારે ભારતમાં 5G સેવાઓ શરૂ થશે તો સરકાર ફ્રાંસની જેમ એરપોર્ટની આસપાસ બફર ઝોન બનાવવા કે યુરોપિયન દેશોની જેમ ઓછી ફ્રિકવન્સીવાળી 5G સેવાઓના ઉપયોગને મંજૂરી આપી શકે છે.
#SAMKAKSH GUJARAT
0 Response to "5Gથી હજારો વિમાનોને જોખમઃ"
ટિપ્પણી પોસ્ટ કરો