કપડાના માસ્કથી સંક્રમિત થવામાં માત્ર બે જ મિનિટ લાગે છે, 67% ભારતીયોની શું છે માંગ?
કોરોના વાયરસના (coronavirus) કપરી પરિસ્થિતિ વચ્ચે ભારતમાં (India) માસ્કની (mask) જરૂરિયાતની સમજ અને તેના ઉપયોગ અંગે થયેલા સર્વેમાં ચોંકાવનારા (Survey about mask) પરિણામો સામે આવ્યા છે. સર્વેમાં સામે આવ્યું છે કે ત્રણ પૈકી એક ભારતીય ઘરમાંથી (Indian) બહાર નીકળતા સમયે માસ્ક લગાવતા નથી. જ્યારે ત્રણમાંથી બે ભારતીય કપડાના માસ્કનો (Clothing mask) ઉપયોગ કરે છે.
જેનાથી કોરોના સંક્રમણથી (covid-19) બચાવ માટે યોગ્ય માનવામાં આવતું નથી.
લોકલસર્કલ દ્વારા કરવામાં આવેલા આ સર્વેમાં જાણવા મળ્યું છે કે યુએસની જેમ 67 ટકા ભારતીયો માને છે કે ભારત સરકારે N95 માસ્ક મફતમાં આપવાનું અભિયાન શરૂ કરવું જોઈએ. સર્વેક્ષણમાં 9,902 પ્રતિભાવો પ્રાપ્ત થયા હતા, જે દર્શાવે છે કે N95/KN95/FFP2 માસ્ક સામુદાયિક સ્તરે ઉપલબ્ધ કરાવવા જોઈએ.
અમેરિકાએ અભિયાન શરૂ કર્યું
અમેરિકામાં માસ્કની (mask in America) જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ જ પ્રકારનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સામુદાયિક આરોગ્ય કેન્દ્રો પર 400 મિલિયન N95 માસ્ક મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ભારતમાં આ સર્વે એવા સમયે સામે આવ્યો છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (prime minister Narendra modi) મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરીને માસ્કની આવશ્યકતા પર ભાર આપી રહ્યા છે. તે જ સમયે ઘણા રાજ્યો આ માટે દંડ પણ વધારી રહ્યા છે.
નિષ્ણાતો N-95 માસ્કને સલામત હોવાનું કહે છે
કોરોનાની ત્રીજી લહેર (corona third wave) વચ્ચે નિષ્ણાતોનું કહેવું છે કે સંક્રમણથી બચવા માટે માત્ર N-95 અથવા KN-95 માસ્ક જ યોગ્ય છે. સર્જિકલ માસ્ક COVID-19 ચેપ સામે માત્ર મર્યાદિત સુરક્ષા પ્રદાન કરે છે તેવું માનવામાં આવે છે. તે જ સમયે સૌથી ખતરનાક કાપડના માસ્ક છે જેમાંથી થોડું રક્ષણ છે.
જાણો શા માટે N-95 માસ્ક સુરક્ષિત છે
LocalCircle મારફતે Omicron ચેપ જોઈને આનું પરીક્ષણ કર્યું હતું. આ હેઠળ એક જ ઘરમાં બે વ્યક્તિઓ (એક ઓમિક્રોન સંક્રમિત અને બીજી નબળી રોગપ્રતિકારક શક્તિ)ને છ ફૂટના અંતરે રાખવામાં આવી હતી. આ ટેસ્ટમાં જાણવા મળ્યું છે કે જો ઘરના બંને લોકો N-95 માસ્કનો ઉપયોગ કરે છે. તો ચેપ ત્રણ કલાકથી 24 કલાકમાં એક વ્યક્તિથી બીજામાં ફેલાય છે.
જ્યારે ચેપગ્રસ્ત વ્યક્તિથી લઈને સ્વસ્થ વ્યક્તિ સુધી જો તેણે માસ્ક ન પહેર્યું હોય અથવા કાપડનો માસ્ક પહેર્યો હોય. તો ચેપ પહોંચવામાં માત્ર બે મિનિટનો સમય લાગે છે. જ્યારે સર્જિકલ માસ્કમાં નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતી વ્યક્તિ માટે ચાર મિનિટ લાગે છે.
#SAMKAKSH GUJARAT
0 Response to "કપડાના માસ્કથી સંક્રમિત થવામાં માત્ર બે જ મિનિટ લાગે છે, 67% ભારતીયોની શું છે માંગ?"
ટિપ્પણી પોસ્ટ કરો