રોજ ઘરમાં ઘી પલાળેલું કપૂર કરવાથી જોવા મળશે ચમત્કારી લાભ
હિંદૂ ધર્મમાં પૂજા પાઠનું વધારે મહત્વ છે. તેમાં પણ પૂજામાં કપૂરનો ઉપયોગ કરવાનું વિશેષ મહત્વ દર્શાવાયું છે. માન્યતા અનુસાર પૂજામાં કપૂરનો ઉપયોગ કરવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે. જો કે કપૂર પ્રજ્વલિત કરવાથી અન્ય લાભ પણ થાય છે જેના વિશે મોટાભાગના લોકો જાણતા નથી.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર કપૂર કરવાથી વાસ્તુદોષ દૂર થાય છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર ધનની ખામી દૂર કરવા માટે રાત્રે ચાંદીના પાત્રમાં કપૂર અને લવિંગ રાખી તેને સળગાવી દો. આ ઉપાય કરવાથી દરિદ્રતા દૂર થાય છે અને ધન લાભ થાય છે.
ઘરમાં વારંવાર ક્લેશ થતો હોય તો કપૂરને ઘીમાં પલાળી અને સવારે તેમજ સાંજે કરવાથી ક્લેશ દૂર થશે. દાંપત્યજીવનમાંથી ક્લેશ દૂર કરવા માટે રાત્રે પતિના ઓશિકા નીચે કપૂર રાખી દેવું. સવારે તેને સળગાવી દેવું. આમ કરવાથી દાંપત્યજીવનના ઝઘડા દૂર થઈ જશે.
0 Response to "રોજ ઘરમાં ઘી પલાળેલું કપૂર કરવાથી જોવા મળશે ચમત્કારી લાભ"
ટિપ્પણી પોસ્ટ કરો