તમારા આંતરડાને કેટલો આરામ આપો છો?
કોરોનાની ત્રીજી લહેરથી બચવા માટે એકવાર ફરીથી લોકો તેમના ઘરે કેદ થઈ ગયા છે. ઘણી જગ્યા પર જિમ અને ફિટનેસ સેન્ટર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ આ દરમિયાન તમે ઘરે થોડી કસરત કરીને અને ભોજનમાં થોડો ચેન્જ લાવીને પોતાને ફિટ રાખી શકો છો.
વજન ઓછું થશે અને બીમારીઓ દૂર રહેશે
જો ઓછું ખાઈને પણ તમારું વજન ઓછું ના થતું હોય તો તમારે ભોજનના ટાઈમમાં ચેન્જ કરવાની જરૂર છે. એક રિસર્ચ પ્રમાણે, દિવસમાં 24 કલાકમાં જો તમે 12થી 14 કલાક સુધી ભોજનથી દૂર રહેશો તો તમારું શરીર ઘણી બીમારીઓથી દૂર રહી શકે છે. ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ મહિલાઓનું વજન પણ ઘટાડે છે અને તેમના શરીરમાં બીપી અને સુગર પણ કંટ્રોલમાં રાખે છે. લાંબા ગેપ પછી ભોજન કરવાથી તેને પચવા માટે શરીરને સારો સમય મળી જાય છે.
અત્યારે જે કરી રહ્યા હો તેનું ઊંધું કરો
કેલિફોર્નીયાની સાલ્ક ઇન્સ્ટિટ્યુટ ફોર બાયોલોજિકલ સ્ટડીના પ્રોફેસર સટચિન પાંડાએ એક સ્ટડીમાં જનીન અને સિર્કેડિયન કલોક વચ્ચેનું રિલેશન સમજાવ્યું છે. તેમણે કહ્યું, મોટાભાગના લોકો દિવસમાં 15 કલાકની અંદર કઈને કઈ ખાતા રહે છે. આને ઉલટાવાની જરૂર છે. ડાયટિંગમાં શું અને કેટલું ખાઈ રહ્યા છો તેની પર ધ્યાન આપવાની જરૂર છે. જો આપણે સાંજે 6 વાગ્યે ભોજન કર્યું હોય તો તે પચવામાં 5 કલાકનો સમય લાગે છે અને તેમાંથી પોષણ તત્ત્વો નીકળતા બીજા 5 કલાકનો સમય લાગે છે. જો તમે દિવસમાં 8થી 10 કલાકમાં બધું ભોજન કરી લો છો તો આશરે 14થી 16 કલાકમાં તમારા શરીરના અંગોને આરામ મળશે અને તમે બીમારીઓથી પોતાને બચાવી શકશે.
ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગની ડેફિનેશન શું છે?
આ એક પ્રકારની ડાયટિંગ પેટર્ન છે. તેને ઈટિંગ અને ફાસ્ટિંગમાં વહેંચવામાં આવી છે. તેમાં શું ખાવું તેનાથી જરૂરી એ હોય છે કે તમે ભોજન વચ્ચે કેટલો ગેપ રાખો છો? થોડા કલાકના ફાસ્ટિંગ પછી ભોજન કરવું, એ પછી ફાસ્ટિંગ કરવાથી વજન અને હોર્મોન્સ પર પણ સારી અસર પડે છે. ઈન્ટરમેટિંગ ફાસ્ટિંગ શરીરની કોશિકાઓ, હોર્મોન્સ અને જનીનના બિહેવિયર પર પણ પોઝિટિવ અસર પાડે છે.ઘ
ણા લોકો 12 કલાક ભોજનથી દૂર રહે છે તો ઘણા 14થી 16 કલાક. તેનાથી ઓવરવેટની તકલીફ ઓછી થાય છે અને સાથે જ શરીર લાઈટ અનુભવે છે. ડૉક્ટર્સનું પણ આ જ માનવું છે કે ઓવરવેટથી શરીર વધારે બીમારીઓની ઝપેટમાં આવી જાય છે.
0 Response to "તમારા આંતરડાને કેટલો આરામ આપો છો?"
ટિપ્પણી પોસ્ટ કરો