ઓનલાઇન લોન એપ મારફત એજન્ટોનું સેક્સ્યૂઅલ હેરેસમેન્ટ
ઓનલાઈન લોન એપનું ટોર્ચર હવે ઈલાજ ના થઈ શકે એવી બીમારી થઈ ગઈ છે. પોલીસ પણ આ બીમારી વધારવામાં મદદ કરી રહી છે. રાજસ્થાનમાં રોજની 30થી 40 ફરિયાદ આવે છે. તેમ છતાં પોલીસ ફરિયાદ નોંધતી નથી. આ જ કારણ છે કે રાજસ્થાનમાં અત્યારસુધીમાં એકપણ ઓનલાઈન એપ એજન્ટનો ખુલાસો થયો નથી.
ઓનલાઈન ટ્રેપમાં ફસાયેલા ઘણા લોકો બદનામીના ડરથી પોલીસ સુધી પહોંચતા નથી અને જે પહોંચે છે તે લોકોની પોલીસ મહિનાઓ સુધી ફરિયાદ નોંધતા નથી. આ જ કારણ છે કે ઓનલાઈન વ્યાજખોરો લોકોને ડ્રગ કેસ અને સેક્સ રેકેટમાં ફસાવવાની ધમકી આપીને વ્યાજ વસૂલવામાં આવે છે.
થોડા સમય પહેલાં આરબીઆઈએ ઓનલાઈન લોન એપથી લોન ના લેવાની જાહેરાત આપી હતી. પ્લે સ્ટોરની ઘણી એપ ડિલિટ પણ કરવામાં આવી છે, પરંતુ થોડા સમય પછી નામ બદલીને એપ પાછી એક્ટિવ કરવામાં આવે છે. ઓનલાઈન લોન એપની જાળ એટલી મોટી છે કે દેશમાં માત્ર એક એપ દ્વારા જ 87.15 લાખ લોકો પાસેથી 4572 કરોડ લૂંટી લેવામાં આવ્યા છે. આ સંજોગોમાં હજારો એપ દ્વાર કેટલા પૈસા લૂંટવામાં આવ્યા હશે એનો અંદાજો મેળવવો પણ મુશ્કેલ છે. આજની આ કડીમાં વાંચો- જાણો લોન એપવાળા આ વ્યાજખોરો કેટલી ભયાનક રીતે વ્યાજખોરીનો ધંધો કરે છે?
બ્લેકમેઇલ કરી લાખો વસૂલે છે, પોલીસ કાર્યવાહી નથી કરતી
રાજસ્થાનમાં આંતરે દિવસે ઓનલાઈન લોન એપ દ્વારા લોકોને બ્લેકમેઇલ કરીને લાખો રૂપિયા વસૂલવામાં આવે છે, પરંતુ પોલીસે અત્યારસુધીમાં એકપણ એજન્ટની ધરપકડ કરી નથી. સ્થિતિ એવી છે કે મહિનાઓ સુધી લોકોની એફઆઈઆર નોંધવામાં આવતી નથી. ફરિયાદ નોંધાય તોપણ એમાં કાર્યવાહી કરવામાં આવતી નથી.
#samkakshgujarat
0 Response to "ઓનલાઇન લોન એપ મારફત એજન્ટોનું સેક્સ્યૂઅલ હેરેસમેન્ટ"
ટિપ્પણી પોસ્ટ કરો