આઝાદી પહેલા જ નક્કી થઈ ગયું હતું કે ભારતનું પોતાનું બંધારણ હશે
આજથી 72 વર્ષ પહેલા આજના જ દિવસે ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા 1935ના બદલે ભારતનું બંધારણ લાગુ થયું હતું. ભારતનું બંધારણ ઘડવાનું કામ 26 નવેમ્બર, 1949ના રોજ પૂર્ણ થઈ ગયું હતું અને બંધારણ સભાએ તેને મંજૂર પણ કરી દીધું હતું. પરંતુ એવું કહેવાય છે કે, 26 જાન્યુઆરી, 1930ના રોજ કોંગ્રેસે પૂર્ણ સ્વરાજનો નારો આપ્યો હતો માટે 2 મહિના સુધી રાહ જોઈને 26 જાન્યુઆરી, 1950ના રોજ દેશના અંતિમ ગવર્નર જનરલ સી. રાજગોપાલાચારીએ ભારતીય ગણતંત્રની ઘોષણા કરી હતી
આઝાદી પહેલા જ નક્કી થઈ ગયું હતું કે ભારતનું પોતાનું બંધારણ હશેસાંજે નીકળી હતી ગણતંત્ર દિવસની પહેલી પરેડ
હાલ ગણતંત્ર દિવસની પરેડ સવારના સમયે યોજાય છે પરંતુ પહેલી પરેડ સાંજના સમયે નીકળી હતી. 26 જાન્યુઆરી, 1950ના રોજ બપોરે 2:30 કલાકે રાજેન્દ્ર પ્રસાદ બગીમાં સવાર થઈને રાષ્ટ્રપતિ ભવનથી નીકળ્યા હતા. કનોટ પ્લેસ જેવા વિસ્તારોમાં થઈને તેઓ 3:45 કલાકે નેશનલ સ્ટેડિયમ પહોંચ્યા હતા. તે સમયે નેશનલ સ્ટેડિયમ ઈરવિન સ્ટેડિયમ તરીકે ઓળખાતું હતું.
રાષ્ટ્રપતિ જે બગીમાં સવાર થયા હતા તે એ સમયે જ 35 વર્ષ પુરાણી હતી. 6 ઓસ્ટ્રેલિયન ઘોડાઓ તે બગીને ખેંચી રહ્યા હતા. પરેડ સ્થળે રાષ્ટ્રપતિને સાંજના સમયે 31 તોપોની સલામી આપવામાં આવી હતી. 1950માં યોજાયેલી પહેલી પરેડમાં જનતાને પણ સામેલ કરવામાં આવી હતી. પહેલી પરેડમાં 3 હજાર જવાનો અને 100 વિમાનો સામેલ થયા હતા.
ગણતંત્ર દિવસ સમારંભમાં મુખ્ય અતિથિને બોલાવવાની પરંપરા પહેલી પરેડથી જ હતી. પહેલા ગણતંત્ર દિવસ સમારંભમાં ઈન્ડોનેશિયાના તે સમયના રાષ્ટ્રપતિ ડો. સુકર્ણો વિશેષ અતિથિ બન્યા હતા.
1955થી રાજપથ ખાતે પરેડ
0 Response to "આઝાદી પહેલા જ નક્કી થઈ ગયું હતું કે ભારતનું પોતાનું બંધારણ હશે"
ટિપ્પણી પોસ્ટ કરો