CCDની બ્રાન્ડ બનવાની કહાની
"બિઝનેસમેન નિવૃત્ત થતા નથી, પણ એ મારી જાય છે"- આ વાત વર્ષ 2016માં આઉટલૂક સાથે વાતચીત કરતા કાફે કોફી ડે (CCD)ના માલિક વીજી સિદ્ધાર્થે કહી હતી.
આ એ સમય હતો, જ્યારે CCD તેની સફળતા ઉચ્ચ સ્થાન પહોંચ્યા બાદ ત્યાંથી નીચે તરફ આવવા લાગી હતી. કોઈને ખબર પણ ન હતી કે આ ઈન્ટરવ્યુનાં 3 વર્ષ બાદ CCD નામની લોકપ્રિય બ્રાન્ડના માલિક વીજી સિદ્ધાર્થ નદીમાં કુદીને જીવનનો અંત લાવી દેશે. ત્યાર બાદ સૌને લાગતું હતું કે CCDની કહાની હવે પૂરી થઈ ગઈ, પણ સિદ્ધાર્થનાં પત્ની માલવિકાએ હાર માની નહીં અને CCD સાથે નવેસરથી શરૂઆત કરી.
આજે આપણે બ્રાન્ડ સ્ટોરીમાં જાણીશું કે કેવી રીતે વીજી સિદ્ધાર્થ 8 હજાર કરોડની CCD કંપનીના માલિક બન્યા? સિદ્ધાર્થને CCDની શરૂઆતથી લઈ ઉચ્ચ સ્થાન સુધી પહોંચાડવામાં કેવા ઉતાર-ચઢાવનો સામનો કરવો પડ્યો? સિદ્ધાર્થ એવી તે કઈ સમસ્યામાં ફસાઈ ગયા કે તેમને આત્મહત્યા કરવા મજબૂર થવું પડ્યું? હવે પત્ની માલવિકા હેગડેએ કેવી રીતે CCD કંપનીને બચાવી રહ્યાં છે?
કર્ણાટકના ચિકમંગલૂર વેસ્ટ ઘાટમાં આવેલું છે. અહીં હિલ સ્ટેશન પણ છે. અહીં રહેતા ગંગૈયા હેગડે અનેક બગીચાના માલિક હતા. વર્ષ 1956માં ગંગૈયાને ત્યાં એક દીકરાનો જન્મ થયો, જેનું નામ વીજી સિદ્ધાર્થ રાખવામાં આવ્યું.
સિદ્ધાર્થ મેગલુરુ યુનિવર્સિટીથી ઈકોનોમિક્સમાં માસ્ટર્સનો અભ્યાસ કર્યા બાદ બિઝનેસ કરવા ઈચ્છતો હતો. તેમના પિતા ઈચ્છતા હતા કે તે કોઈ નોકરી કરે, ખૂબ જીદ કરવાના સંજોગોમાં પિતાએ રૂપિયા 5-7 લાખ બિઝનેસ કરવા માટે આપ્યા. આ પૈસાથી સિદ્ધાર્થે એક પ્લોટ ખરીદ્યો.
1983માં બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સાથે જોડાયેલી કંપનીમાં બે વર્ષ સુધી કામ કર્યું. નોકરીમાં મન લાગ્યું નહીં તો સિદ્ધાર્થ નોકરી છોડી મુંબઈથી બેંગલુરુ આવી ગયા. અહીં 'સિવાન સિક્યોરિટીઝ પ્રાઈવેટ લિમિટેડ' નામની એક કંપની ચલાવવા લાગ્યા. આ કંપનીથી થતા નફાથી સિદ્ધાર્થે કોફીના અનેક બગીચા ખરીદી લીધા. વર્ષ 1992 સુધી ત્રણ હજાર એકરમાં ફેલાયેલા કોફીના બગીચા સિદ્ધાર્થે ખરીદી લીધા.
1992માં શરૂ કરી 'કોફી ડે ગ્લોબલ લિમિટેડ' કંપની
વર્ષ 1992માં હર્ષદ મહેતાનું શેરકૌભાંડ સામે આવ્યું એ અગાઉ જ વીજી સિદ્ધાર્થે તેમનાં તમામ નાણાં શેરબજારમાંથી કાઢી લીધાં હતાં. આ કૌભાંડ સામે આવ્યા બાદ ઘણાબધા કારોબારની સ્થિતિ કફોડી બની ગઈ હતી. શેરબજારમાં જે કમાણી કરેલી એનાથી સિદ્ધાર્થે કોફીના કારોબારને આગળ વધારવાનો નિર્ણય કર્યો. ત્યાર બાદ 'કોફી ડે ગ્લોબલ લિમિટેડ' નામથી એક કંપની શરૂ કરી. હજુ સિદ્ધાર્થ પોતાના કોફીના કારોબારને વધુ આગળ લઈ જવા ઈચ્છતા હતા. આ કારોબારમાં તેમને ઘણો રસ હોવા પાછળનું મોટું કારણ તેમને વારસામાં મળેલું કામ હતું અને પોતે કોફી ઉત્પાદક પણ હતા.
CCD દોઢ કરોડના રોકાણ સાથે વર્ષ 1996માં CCD શરૂ થઈ
સિદ્ધાર્થે 11 જુલાઈ 1996ના રોજ બેંગલુરુના બ્રિગેડ રોડ પર CCDનું પ્રથમ સેન્ટર શરૂ કર્યું. આ બિઝનેસને શરૂ કરવા માટે દોઢ કરોડ રૂપિયાનું શરૂઆતી રોકાણ કર્યું હતું. શરૂઆતમાં રૂપિયા 25 કિંમતથી એક કપ કોફી મળતી હતી. ચા-પાણીના શોખીન ભારતીય લોકોને કોફીનો ચસકો લાગવાનું ખરું કામ તો વીજી સિદ્ધાર્થે જ કર્યું હતું .
વીજી સિદ્ધાર્થે આત્મહત્યા કરી તેની પાછળ શું કારણ જવાબહાર હતું?
વીજી સિદ્ધાર્થની સમસ્યા વર્ષ 2017માં ત્યારે વધી ગઈ કે જ્યારે આવકવેરા વિભાગે રૂપિયા 700 કરોડની ટેક્સચોરીના આરોપમાં તપાસ શરૂ કરી. આ ઉપરાંત શેરબજારમાં પણ સિદ્ધાર્થની કંપની કંઈ વિશેષ નફાની કમાણી કરી શકી નહીં. તમામ પ્રકારના કારોબારને આગળ વધારવા માટે સિદ્ધાર્થે ઘણું દેવું લઈ લીધું હતું. વર્ષ 2019માં વીજી સિદ્ધાર્થની કંપની પર રૂપિયા 6550 કરોડનું જંગી દેવું હતું.
આ દેવાંનું ભારણ ઓછું કરવા માટે માઈન્ડટ્રી નામની IT કંપનીના 20 ટકા શેર સિદ્ધાર્થે વેચ્યા હતા. એનાથી આશરે 3200 કરોડનું દેવું ઓછું થઈ ગયું. ત્યાર બાદ પણ રૂપિયા 3300 કરોડનું દેવું બાકી હતું. આ દેવાંને લીધે વીજી સિદ્ધાર્થે જુલાઈ 2019ના રોજ નેત્રાવદી નદીમાં કૂદી જીવન ટૂંકાવી દીધું.
પતિના મૃત્યુ બાદ પત્ની માલવિકા હેગડેએ સૂકાન સંભાળ્યું
0 Response to "CCDની બ્રાન્ડ બનવાની કહાની"
ટિપ્પણી પોસ્ટ કરો