-->
હવે માત્ર 8 મહાનગરોમાં જ રાત્રિ કર્ફ્યૂ રહેશે અમલી, સમયમાં પણ મોટા ફેરફાર, જાણી લો નવી SOP

હવે માત્ર 8 મહાનગરોમાં જ રાત્રિ કર્ફ્યૂ રહેશે અમલી, સમયમાં પણ મોટા ફેરફાર, જાણી લો નવી SOP

 


માત્ર 8 મહાનગરો માં આગામી 18 ફેબ્રુઆરી 2022 સુધી દરરોજ રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટી ની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ સ્થિતિ ની સમીક્ષા હાથ ધરીને કેટલાક નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ,ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ મુખ્ય સચિવ પંકજ કુમાર ,ગૃહ વિભાગ ના અધિક મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવો આ બેઠકમાં સહભાગી થયા હતા


કોર કમિટી માં લેવાયેલા નિર્ણય અનુસાર હવે 11 ફેબ્રુઆરી થી રાજ્યના માત્ર 8 મહાનગરો માં આગામી 18 ફેબ્રુઆરી 2022 સુધી દરરોજ રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ અમલમાં રહેશે.

લગ્ન પ્રસંગમાં 300ની મર્યાદા

રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ ૧૫૦ વ્યક્તિઓની મર્યાદા રહેશે.બંધ સ્થળોએ યોજાતા આવા સમારોહમાં જગ્યાની ક્ષમતા ના ૫૦% પરંતુ વધુમાં વધુ ૧૫૦ વ્યક્તિઓની સંખ્યા માં યોજી શકાશે. રાજ્યમાં લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં ૩૦૦ વ્યક્તિઓની મર્યાદામાં લગ્ન સમારોહ યોજી શકાશે લગ્ન સમારોહ બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની ક્ષમતાના ૫૦% પરંતુ વધુમાં વધુ ૧૫૦ વ્યક્તિઓની મર્યાદામાં યોજવાના રહેશે .

દુકાન વેપાર ધંધા દુકાનો 11 વાગ્યા સુધી જ ચાલુ રાખી શકાશે

દુકાનો, કોમર્શિયલ સંસ્થાઓ, લારી-ગલ્લા, શોપિંગ કૉમ્પ્લેક્સ, માર્કેટિંગ યાર્ડ, સાપ્તાહિક ગુજરીબજાર, હાટ, હેરકટિંગ શૉપ, સ્પા-સલૂન, બ્યૂટિપાર્લર તથા અને વ્યાપારિક ગતિવિધિઓ રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. જે-તે દુકાન-ઑફિસના માલિક, સંચાલક, કર્મચારીઓ માટે રસીના બે ડોઝ ફરજિયાત રહેશે.

રાજ્ય સરકારે કોરોના મામલે પ્રતિબંધો હળવા કર્યા


હવે રાજ્યમા માત્ર 8 મનપા વિસ્તારમા જ રાત્રિકર્ફ્યૂ

રાતે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી જ રાત્રીકર્ફ્યૂ

8 મનપા વિસ્તારમા રાતે 11 વાગ્યા સુધી ખોલી શકાશે દુકાનો

મનપા સિવાયના શહેરોમા હવે રાત્રી કર્ફ્યૂ નહી

11 ફેબ્રુઆરીથી સરકારની નવી ગાઈડલાઈન લાગૂ થશે

18 ફેબ્રુઆરી સુધી સરકારની નવી ગાઈડલાઈન લાગૂ

આરોગ્ય મત્રી અને ગૃહમંત્રી સાથે ઉચ્ચ અધિકારીઓની બેઠક બાદ નિર્ણય

હોટેલ રેસ્ટોરેટ 75 ટકા ક્ષમતા સાથે ખુલ્લી રહી શકશે

અંતિમક્રિયા કે દફનવિધીમાં 100 વ્યક્તિઓને મજૂરી

જાહેર કે ખાનગી બસો 75 ટકા ક્ષમતા સાથે ચાલશે

સ્ટેડિયમમાં પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર ચાલુ રાખી શકાશે

લગ્નપ્રસંગોમાં 300 લોકોની મર્યાદામાં હાજરીનો નિયમ યથાવત


સ્કૂલ-કોલેજ, એક્ઝામ અને ટ્યુશન ક્લાસીસ માટે શું?

શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ વિભાગની સૂચનાઓને આધિન ચાલુ રાખી શકાશે. સ્કૂલ, કોલેજની પરીક્ષાઓ કે ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇન્સના કડક પાલન સાથે એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) સાથે યોજી શકાશે. તેમજ ધોરણ 9થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના 50 ટકાની સાથે ખુલ્લા રાખી શકાશે


હોટેલ્સ રેસ્ટોરન્ટસની હોમ ડીલીવરી સેવા ર૪ કલાક યથાવત

કોર કમિટીમાં લેવાયેલા નિર્ણય મુજબ રાજ્યના ૮ મહાનગરો સહિત તા.૧8 ફેબ્રુઆરી સુધી રાત્રે 12થી સવારે 5 સુધી નાઈટ કર્ફ્યૂ યથાવત રહેશે. હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા ર૪ કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી. આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરોમાં રાત્રિ કરફયુના નવા નિયમો 11 ફેબ્રુઆરી સવાર 6 પછી લાગુ થશે.

કયા કયા શહેરોમાં નાઈટ કર્ફ્યૂ દૂર

આ સિવાય ૧૯ નગરો આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર, કાલાવડ, ગોધરા, વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં નાઈટ કર્ફ્યૂના નિયમમાંથી દૂર કરવામાં આવ્યા છે.

0 Response to "હવે માત્ર 8 મહાનગરોમાં જ રાત્રિ કર્ફ્યૂ રહેશે અમલી, સમયમાં પણ મોટા ફેરફાર, જાણી લો નવી SOP"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel