-->
આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે કેન્દ્રની નવી ગાઈડલાઇન

આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે કેન્દ્રની નવી ગાઈડલાઇન

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નવી ગાઈડલાઇન્સ બહાર પાડી છે. આ નિયમો 14 ફેબ્રુઆરીથી દેશમાં લાગુ કરવામાં આવશે.

વિશ્વભરમાં કોરોનાવાયરસના કેસોને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે

આ માર્ગદર્શિકા 14 ફેબ્રુઆરીથી લાગુ થશે. ‘જોખમ ધરાવતા’ અને અન્ય નિયુક્ત દેશો પર મૂકવામાં આવેલ નિયંત્ર દૂર કરવામાં આવ્યું છે. ભારતમાં આગમન પછી 14 દિવસનું સેલ્ફ આઇસોલેશન ચાલુ રહેશે. 

વિશ્વભરમાં કોરોનાને ધ્યાનમાં રાખીને મુસાફરીને લઈને નિયમો બનાવવામાં આવ્યા છે. ઘણા દેશોમાં, ફક્ત સંપૂર્ણ વેકસીનેટેડ લોકોને જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે. સાથે જ ઘણી જગ્યાએ રસીકરણ વગર એન્ટ્રી આપવામાં આવી રહી નથી.

નવા નિયમો અનુસાર, મુસાફરો પાસે હવે RT-PCR નેગેટિવ રિપોર્ટ અપલોડ કરવા સિવાય રસીકરણ પ્રમાણપત્ર અપલોડ કરવાનો વિકલ્પ હશે. 'જોખમ ધરાવતા' અને અન્ય નિયુક્ત દેશો પર મૂકવામાં આવેલ નિયંત્રન હવે દૂર કરવામાં આવ્યું છે.

14 દિવસનું સેલ્ફ મોનીટરીંગ

સીધો અર્થ એ છે કે હવે આ દેશોમાંથી આવતા પ્રવાસીઓએ કોવિડ સેમ્પલ આપીને રિપોર્ટ આવે ત્યાં સુધી રાહ જોવી પડશે નહીં. સરકારે હવે ભારતમાં આગમન પર 14 દિવસનું સેલ્ફ મોનીટરીંગ કરવાની ભલામણ કરી છે.  સાત દિવસના ફરજિયાત હોમ-ક્વોરેન્ટાઇન નિયમને દૂર કરવામાં આવ્યો છે.

આરોગ્ય મંત્રાલયે કહ્યું કે નેગેટિવ RT-PCR રિપોર્ટ અપલોડ કરવા ઉપરાંત, હવે પારસ્પરિક ધોરણે વિશ્વભરના દેશોમાંથી પૂરા પાડવામાં આવેલ કોવિડ-19 રસીકરણનું સંપૂર્ણ રસીકરણ પ્રમાણપત્ર અપલોડ કરવાનો વિકલ્પ પણ હશે.

ભારતમાં આવતા બે ટકા મુસાફરોના રેન્ડમ સેમ્પલિંગ

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે ભારતમાં આગમનના આઠમા દિવસે RT-PCR ટેસ્ટ કરાવવાની અને તેને એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવાની જરૂરિયાત પણ દૂર કરવામાં આવી છે.

વિશ્વભરમાં કોરોનાને ધ્યાનમાં રાખીને મુસાફરીને લઈને નિયમો બનાવવામાં આવ્યા છે. ઘણા દેશોમાં, ફક્ત સંપૂર્ણ વેકસીનેટેડ લોકોને જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે. સાથે જ ઘણી જગ્યાએ રસીકરણ વગર એન્ટ્રી આપવામાં આવી રહી નથી.

ભારતમાં યાત્રીઓના આગમન પર, તમામ દેશોના 2 ટકા આંતરરાષ્ટ્રીય મુસાફરોના રેન્ડમ સેમ્પલિંગ કરવામાં આવશે. આ સમય દરમિયાન મુસાફરો પોતાના સેમ્પલ આપીને એરપોર્ટ જઈ શકે છે.

નવા નિયમો અનુસાર, મુસાફરો પાસે હવે RT-PCR નેગેટિવ રિપોર્ટ અપલોડ કરવા સિવાય રસીકરણ પ્રમાણપત્ર અપલોડ કરવાનો વિકલ્પ હશે. 'જોખમ ધરાવતા' અને અન્ય નિયુક્ત દેશો પર મૂકવામાં આવેલ નિયંત્રન હવે દૂર કરવામાં આવ્યું છે.

0 Response to "આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે કેન્દ્રની નવી ગાઈડલાઇન"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel