પાદરા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના તાળા 10 દિવસથી બંધ
પાદરા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના તાળા 10 દિવસથી બંધ
પાદરા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના તાળા છેલ્લા 10 દિવસથી બંધ ક્યારે ખુલશે? જિલ્લા શિક્ષણ સમિતિ વડોદરા હસ્તકની પાદરા તાલુકામાં 141 પ્રાથમિક શાળાઓ કાર્યરત છે. જેમાં 900 ઉપરાંત શિક્ષકો ફરજ બજાવે છે. ઉપરાંત ખાનગી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોના વહીવટી પ્રશ્ર્નોમાટે તાલુકામાં શિક્ષણની કચેરી પાદરા નગરમાં ટાવર શાળા ખાતે આવેલી છે.
જેમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનો ચાર્જ સાવલીના ટી.પી.ઇ.ઓને આપેલ છે. સદર આ ટી.પી.ઇ.ઓ પાસે 4 તાલુકાઓનો ચાર્જ હોવાથી તેઓ પૂરતો ન્યાય પાદરાને આપી શકતા નથી. તેમાંય દુકાળમાં અધિકાસ કામ કરતા સિનિયર ક્લાર્ક પણ છેલ્લા કેટલાય દિવસોથી રજા ઉપર છે. જેને લઈને કચેરીના તાળા ખુલતા નથી.
0 Response to "પાદરા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના તાળા 10 દિવસથી બંધ"
ટિપ્પણી પોસ્ટ કરો