અઠવાનાં નિર્મળ આવાસ 13 વર્ષમાં જ ખંડેર થઈ ગયા; રહીશોએ ફરિયાદ કરી ‘દીવાલો તૂટી ગઈ, પિલરો ફાટી ગયા’, પાલિકાએ તપાસ સોંપી

ભેસ્તાનના સરસ્વતી આવાસ કૌભાંડમાં હાથ કાળા કરનારાઓને સોધવા વિશેષ સમિતિએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ત્યાં હવે ઉમરામાં નિર્મળનગર આવાસ પણ 13 વર્ષમાં જ જર્જરિત થઈ જતાં પાલિકાના અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરો સામે તપાસનો ગાળિયો કસવા આદેશ જાહેર કરાયા છે. પાલિકાના સફાઇ સેવકોને છત આપવા સરકારની દિનદયાળ યોજના હેઠળ પાલિકાની વિશાળ જમીન ઉપર બનેલા 17 બિલ્ડિંગ પૈકીના કેટલાકના પીલર અને સ્લેબમાં મોટી તીરાડો પડી ગઈ છે. આ પ્રકરણમાં સ્ટેન્ડિંગ કમિટીએ તટસ્થ તપાસ માટે નોંધ મુકતાં જ ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
તપાસ કમિટીએ વિગતો માંગી, પહેલી નોટિસ ક્યારે ફટકારી તે પણ લેખિત જણાવવું પડશે
બહુ ચકચારી ભેસ્તાનના સરસ્વતી આવાસ તેમજ ગોટાલાવાડી રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો વિવાદ હજી શમ્યો નથી ત્યાં ઉમરાના નિર્મળ નગર આવાસના ભ્રષ્ટાચારરૂપી પોપડા ખરવા માંડતાં પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ ઉમરા ગામમાં બાંધકામ વખતે આવાસનું સુપરવિઝન કયા વિભાગના કયા અધિકારીઓએ કર્યું હતું. કોન્ટ્રાક્ટર અને પીએમસીની માહિતી સહિતનો લેખિત રિપોર્ટ રજૂ કરવા નોંધ મુકી છે. તપાસ કમિટીએ આ કિસ્સામાં આવાસ બિલ્ડિંગ જર્જરિત થયા પછી પ્રથમ નોટિસ ક્યારે ફટકારાઇ હતી તે વિગતો પણ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે.

0 Response to "અઠવાનાં નિર્મળ આવાસ 13 વર્ષમાં જ ખંડેર થઈ ગયા; રહીશોએ ફરિયાદ કરી ‘દીવાલો તૂટી ગઈ, પિલરો ફાટી ગયા’, પાલિકાએ તપાસ સોંપી"
ટિપ્પણી પોસ્ટ કરો