-->
બુરા ના માનો હોલી હૈ..2 વર્ષ બાદ આજે રંગે ચંગે ઉજવાશે હોળીનો તહેવાર, પણ રાખજો આ વસ્તુનું ખાસ ધ્યાન

બુરા ના માનો હોલી હૈ..2 વર્ષ બાદ આજે રંગે ચંગે ઉજવાશે હોળીનો તહેવાર, પણ રાખજો આ વસ્તુનું ખાસ ધ્યાન

 

બુરા ના માનો હોલી હૈ..2 વર્ષ બાદ આજે રંગે ચંગે ઉજવાશે હોળીનો તહેવાર, પણ રાખજો આ વસ્તુનું ખાસ ધ્યાન



ભારતમાં હોળી-ધુળેટીના તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે..દેશના અનેક પ્રદેશોમાં અલગ-અલગ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે હાલમાં હોળીના તહેવારને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં રંગભરી એકાદશીથી ભવ્ય ઉજવણીની શરૂઆત થઈ ગઇ છે.આ વર્ષે 17 માર્ચે એટલે કે આજે હોલિકા દહન કરવામાં આવશે તથા 18 માર્ચે ધુળેટી મનાવવામાં આવશે.દરેક 

રાજ્યમાં ઘણા દિવસથી કોરોના સાવ સુસ્ત થઈ ગયો છે. કેસ લગભગ 30 40ની આસપાસમાં આવી રહ્યા છે ત્યારે કોરોના નિયમો અને નિયંત્રણોમાં પણ ભારે છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર અજય શ્રીવાસ્તવ દ્વારા હોળી ધૂળેટીને લઇને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 

  • અમદાવાદ CPના જાહેરનામામાં શું?

આગામી તા.૧૭/૦૩/૨૦૨૨ ના રોજ હોળી અને તા.૧૮/૦૩/૨૦૨૨ ના રોજ ધુળેટીના તહેવારોની ઉજવણી કરવામાં આવનાર છે. સામાન્ય સંજોગોમાં હોળી ધૂળેટીના તહેવારોની ઉજવણી માટે, લોકો સોસાયટી, શેરી, નાકા, જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો તથા રસ્તાઓ પર મોટી સંખ્યામાં એકત્રીત થતા હોય છે. આ તહેવારોની ઉજવણી દરમ્યાન જાહેર જગ્યાઓએ આવતા જતા રાહદારીઓ તથા વાહનોમાં આવતા જતા લોકો પાસેથી હોળી-ધુળેટીના પૈસા (ગોઠ) ઉઘરાવવા, તેઓ ઉપર રંગ, રંગ મિશ્રિત પાણી, કાદવ અથવા તેલી વસ્તુઓ ફેંકવાની શક્યતાઓ છે. આવા કૃત્યોથી જાહેર જનતાને અડચણ, ત્રાસ અથવા ઇજા થવાની અથવા જાહેર સુલેહ શાંતિનો ભંગ થવાની શક્યતા નકારી શકાય નહિ. જેથી શહેર વિસ્તારમાં આવા કૃત્યો પર પ્રતિબંધ મૂકવો જરૂરી જણાય છે.

જાહેર રોડ પર રાહદારી, વાહન પર કીચડ-રંગ ફેકવા પર પ્રતિબંધ
ફોજદારી કાર્યરીતી અધિનિયમ સને-૧૯૭૩ (૧૯૭૪ના નાર) ની કલમ-૧૪૪ મુજબ તા.૧૫/૦૩/૨૦૨૨ ના કલીક ૦૦/૦૦ વાગ્યાથી તા.૨૨/૦૩/૨૦૨૨ ના કલાક ર૪/૦૦ વાગ્યા સુધી જાહેરનામું પ્રસિધ્ધ કરી નીચે મુજબ હુકમ કરૂ છે હોળી-ધુળેટીના તહેવારમાં કોઇપણ વ્યક્તિએ જાહેર જગ્યાએ આવતા-જતા રાહદારીઓ ઉપર અથવા મકાનો અથવા મિલ્કતો વાહનો ઉપર અથવા વાહનોમાં જતા-આવતા શબ્દો ઉપર કાદવ, કિચડ, રંગ અથવા રંગ મિશ્રિત કરેલા પાણી અથવા તૈલી તથા આવી બીજી કોઇ વસ્તુઓ નાંખવી કે નખાવવી નહિ 

તહેવારના નામથી પૈસા ઉઘરાવતા વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી થશે
હોળી-ધુળેટીના પૈસા (ગોઠ) ઉઘરાવવા નહિ અથવા બીજા કોઇ ઈરાદાથી જાહેર રસ્તા ઉપર જતા આવતા રાહદારીઓ અથવા વાહનો રોકવા નહીં. આ હુકમની ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ સને-૧૯૬૦ ના અધિનિયમ-૪૫ ની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

હોળી પર આટલું રાખો ધ્યાન
ધૂળેટી એટલે રંગોનો તહેવાર. અને આ દિવસે લોકો એક બીજાને રંગ લગાડીને ઉજવણી કરતા હોય છે. ત્યારે ડોક્ટર કેટલાક રંગને અવોઈડ કરવાની સલાહ આપી રહ્યા છે..  સ્કિન સ્પેશિયાલિસ્ટ અર્થ કોસિયાએ જણાવ્યું કે હોળી રમવા માટે ઓર્ગેનિક કલર વાપરવા જોઈએ.. કેમિકલ કલર ચામડીને નુકસાન પહોંચાડી શકે છે. કેમિકલયુક્ત કલર ન વાપરવા પણ સલાહ આપી છે.. સ્કીન સ્પેશિયાલિસ્ટના જણાવ્યા મુજબ ધૂળેટી રમતા પહેલા પ્રોટેક્ટિવ કપડા પહેરવા જોઈએ. અને શરીરમાં ખુલ્લા ભાગે તેલ લગાવવું જોઈએ.

0 Response to "બુરા ના માનો હોલી હૈ..2 વર્ષ બાદ આજે રંગે ચંગે ઉજવાશે હોળીનો તહેવાર, પણ રાખજો આ વસ્તુનું ખાસ ધ્યાન"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel