-->
આજે હોળીનાં શુભ પર્વ પર જાણી લો હોળીકા દહનની પૂજાવિધિ, શુભ મુહૂર્ત, મહત્વ અને મંત્ર

આજે હોળીનાં શુભ પર્વ પર જાણી લો હોળીકા દહનની પૂજાવિધિ, શુભ મુહૂર્ત, મહત્વ અને મંત્ર

આજે હોળીનાં શુભ પર્વ પર જાણી લો હોળીકા દહનની પૂજાવિધિ, શુભ મુહૂર્ત, મહત્વ અને મંત્ર


હોળીકા દહનનાં શુભ મુહુર્ત  

હોળીકા દહન 17 માર્ચ, ગુરુવારનાં દિવસે એટલે કે આજે કરવામાં આવશે. હોલિકા દહન માટે શુભ મૂરત રાત્રે 9 કલાક 16 મિનિટથી લઈને 10 કલાક 16 મિનિટ સુધી રહેશે. કાલે એટલે કે શુક્રવાર 18 માર્ચનાં રોજ રંગોથી હોળી રમવામાં આવશે.

 હોળીકા દહનની પૂજાવિધિ 

હોળીકા દહનમાં હોળીકા તથા ભક્ત પ્રહલાદની પૂજા કરવામાં આવે છે. સર્વપ્રથમ દેવી દેવતાઓમાં પૂજ્ય ગણેશજીનું સ્મરણ કરવું, તે સ્થાન પર ગંગાજળ છાંટીને પવિત્ર કરી લો. સંભવ હોય તો હોળીકા દહનની સામગ્રીને અગ્નિ તત્વની દિશા દક્ષિણ-પૂર્વમાં રાખો. પૂજા કરતા સમયે પૂજા કરનાર વ્યક્તિએ હોળીકા પાસે પૂર્વ કે ઉત્તર દિશામાં મોં કરીને બેસવું જોઈએ. પૂજન માટે તાંબાનાં એક લોટામાં જળ, માળા, ભાત, ફૂલ, ગોળ, ગુલાલ, હળદર, નારીયળ વગેરેનો પ્રયોગ કરવો જોઈએ. ત્યાર બાદ હોળીકામાં છાણથી બનેલા રામકડા અને માળા પણ રાખો. સાથે જ લીલા ચણા અને ઘઉં વગેરે પણ સામગ્રીનાં રૂપમાં રાખો.

હોળીકા મંત્ર 
'અસૃક્પાભયસંત્રસ્તે: કૃતા તવં હોલી બાલીષે:. અતસ્તવાં પૂજાયિશ્યામી ભૂતે ભૂતિપ્રદા ભવ નું ઉચ્ચારણ કરતા કરતા હોળીકાની સાત પરિક્રમા કરવી જોઈએ. આ મંત્ર સાથે હોળીકાને અર્ધ્ય પણ આપો. ત્યાર બાદ શુદ્ધ જળ અને પૂજનની અન્ય સામગ્રીને શ્રદ્ધાભાવથી એક એક કરીને હોળીકામાં સમર્પિત કરો. હોળીકા દહન બાદ કાચી કેરી, નારિયળ, ઘઉં, ચણા બધું સ્વયં અને આખા પરિવાર સાથે ગ્રહણ કરો. માન્યતા છે કે આવું કરવાથી પરિવારનાં સદસ્યોનો રોગમાંથી મુક્તિ મળે છે.  ઘરની સુખ સમૃદ્ધિ માટે હોળીની પવિત્ર ભસ્મને ઘરમાં રાખો.  


0 Response to "આજે હોળીનાં શુભ પર્વ પર જાણી લો હોળીકા દહનની પૂજાવિધિ, શુભ મુહૂર્ત, મહત્વ અને મંત્ર"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel