-->
પ્રથમવાર બોર્ડ પરીક્ષાના 2 દિવસ પૂર્વે ઓનલાઇન બેઠક વ્યવસ્થા જોઈ શકાશે

પ્રથમવાર બોર્ડ પરીક્ષાના 2 દિવસ પૂર્વે ઓનલાઇન બેઠક વ્યવસ્થા જોઈ શકાશે

 

28મીથી શરૂ થતી બોર્ડ પરીક્ષાના કેન્દ્ર સંચાલકો સાથે ડીઇઓએ બેઠક કરી હતી. જેમાં સંચાલકોને જે વિષયની પરીક્ષા હોય તેના શિક્ષકને તે દિવસે ફરજ આપી શકાશે નહિ તેવી સૂચના અપાઇ હતી. પ્રથમવાર વિદ્યાર્થીઓ પરીક્ષાના બે દિવસ પહેલાં 26મીએ ડીઇઓની વેબસાઇટ પરથી બેઠક વ્યવસ્થા જોઇ શકશે. જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતાની અધ્યક્ષતમાં બોર્ડનાં કેન્દ્રો ધરાવતી શાળાના સંચાલકો સાથે સોમવારે બેઠક યોજાઇ હતી. જેમાં તમામ કેન્દ્ર સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં જિલ્લામાં ઝીરો ટોલરન્સ સાથે પરીક્ષા સુચારુ રૂપે યોજાય તે માટે સૂચના અપાઈ હતી.

ઉપરાંત બાર્ડ દ્વારા બનાવાયેલી મોબાઇલ એપના માધ્યમથી દરેક સંચાલકોએ સીલબંધ પેપરોના ફોટા અપલોડ કરવા સહિત લાઇવ ટ્રેકિંગ કરી શકાય તે માટે સૂચના અપાઈ હતી. વિદ્યાર્થીઓની ગેરહાજરીનો રિપોર્ટ સહિત ગેરરીતિ થાય તો તેનો પણ તાત્કાલિક રિપોર્ટ તૈયાર કરીને ડીઇઓ કચેરીને જાણ કરવા જણાવાયું હતું. ડીવીડી રેકોર્ડિંગમાં બ્લોક નંબર દેખાય તે રીતે ફ્રન્ટ કેમેરો હોવો જોઇએ, ગરમીથી બાળકની તબિયત બગડે તો આરોગ્ય કર્મીને જાણ કરી તાત્કાલિક પગલાં લેવા પણ જણાવાયું હતું.

કોઇ વિદ્યાર્થી સ્ટ્રેસ અનુભવે તો તેનું કાઉન્સેલિંગ કરવા જાણ કરાઇ હતી. ઉપરાંત પ્રથમવાર વિદ્યાર્થીઓ બે દિવસ પહેલાં બેઠક વ્યવસ્થા જોઇ શકે તેવું આયોજન કરાયું છે.ડીઇઓની વેબસાઇટ પરથી વિદ્યાર્થી સેન્ટર કોડ નાખીને તેનો નંબર બિલ્ડિંગમાં ક્યાં આવ્યો છે તે જાણી શકશે. વિદ્યાર્થીઓ પરીક્ષાના આગલા દિવસે રવિવારે 27મી માર્ચે ફિઝિકલી પણ પરીક્ષા કેન્દ્ર પર જઇને નંબર નિહાળી શકશે.

0 Response to "પ્રથમવાર બોર્ડ પરીક્ષાના 2 દિવસ પૂર્વે ઓનલાઇન બેઠક વ્યવસ્થા જોઈ શકાશે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel