પાલિકાના ડ્રાઇવરને માર મારી પશુપાલકો 6 ઢોર છોડાવી ગયા
રાંદેરથી રખડતા પશુ પકડીને અમરોલી તરફ જઇ રહેલા પાલિકાના ટ્રેલરને આંતરી ચાર અજાણ્યા પશુપાલકોએ ચાલકને ઢોરમાર મારી 6 ઢોર છોડાવી ગયા હતા. કઠોર ગામના દાદભાઈનગર ફળિયામાં રહેતો મનસુરઅલી મતલુબઅલી મોમીન પાલિકામાં ડ્રાયવર છે.
રવિવારે મન્સૂર મોમીન રાંદેરમાંથી 6 રખડતા ઢોર ટ્રેલરમાં ભરીને અમરોલી શ્રીરામ ચાર રસ્તા તરફ જઇ રહ્યો હતો. ત્યારે ચારે જણાએ ટ્રેલરને આંતરીને ચાલક મનસુરઅલીને ઢોર માર માર્યો હતો. જેથી મનસુરઅલીના બંને હાથ ફ્રેક્ચર થઇ ગયુ હતું. એટલું જ નહીં આ ચારેય આરોપીઓ ચાલકને ધમકી આપી હ ટ્રેલરમાં બાંધેલા 6 ઢોર છોડાવીને પોતાની સાથે લઈને નાસી ગયા હતા. મનસુરઅલીને સ્મીમેરમાં દાખલ કરાયો છે. મનસુરઅલીએ અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ અમરોલી પાેલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
0 Response to "પાલિકાના ડ્રાઇવરને માર મારી પશુપાલકો 6 ઢોર છોડાવી ગયા"
ટિપ્પણી પોસ્ટ કરો