ગુજરાતનાં મોટા ભાગનાં જળાશયો અડધાં જ ભરેલાં, ઉનાળો તો નીકળી જશે, પણ વરસાદ નહીં વરસે તો તકલીફ થશે
ગુજરાતનાં મોટા ભાગનાં જળાશયો અડધાં જ ભરેલાં, ઉનાળો તો નીકળી જશે, પણ વરસાદ નહીં વરસે તો તકલીફ થશે
22 માર્ચ 'વિશ્વ જળ દિવસ' નિમિત્તે રાજ્યની જળ સ્થિતિનો ચિતાર જોઈએ તો એ ચિંતાજનક કહી શકાય. ગુજરાતમાં ગયા વર્ષે વરસાદ ઓછો આવ્યો. એને કારણે જળાશયો છલકાયાં નહીં. જોકે નવા નીર આવ્યા, પણ વરસ ઉચ્ચક જીવે વર્ષ વીતે એટલું પાણી આવ્યું. ગુજરાતની જીવાદોરી નર્મદા જિલ્લાનો સરદાર સરોવર ડેમ છે. અત્યારે એમાંથી ગુજરાતનાં કેટલાંક જળાશયોમાં પાણી ઠલવાય છે. સરદાર સરોવર ડેમ પણ અડધો ભરેલો છે. ગુજરાતના બાકીના ડેમ પણ માંડ અડધા ભરેલા છે. આ વખતનો ઉનાળો તો જેમ-તેમ પસાર થઈ જશે, પણ જો આવતા વર્ષે વરસાદ નહીં આવે તો રાજ્યમાં પાણીની મોટી સમસ્યા સર્જાઈ શકે છે.
ગુજરાતમાં માનસિકતા એવી છે કે વરસાદ સારો વરસ્યો છે, ડેમ ભરાઈ ગયા છે તો પાણી છૂટથી વાપરો, પણ પાણીને કેવી રીતે બચાવવું, કેવી રીતે કરકસરથી વાપરવું, એ કોઈ વિચારતું નથી અને એટલે જ પાણીની તંગી થાય છે. ખાસ કરીને લોકો ટપકતા નળ રિપેર કરાવતા નથી. રોજ સ્કૂટર અને કાર સાફ કરાવે છે. એમાં પણ પાણી ખૂબ વપરાય જાય છે. આપણે ટપકતા નળમાંથી પાણી વહેતું અટકાવી શકીએ. આપણે રોજ વાહન સાફ ન કરાવીએને બે દિવસે એકવાર સાફ કરાવીએ તોપણ ઘણો ફેર પડે. જરૂર ન હોય તો ણ બે-ત્રણ બાલટીથી લોકો સ્નાન કરે છે. વધારે સમય ફ્લશ ચાલુ રાખે છે. લોકોએ એ સમજવું પડશે કે જો પોતે અત્યારે પાણી બચાવવાનો પ્રયાસ કરશે તો તેમનાં બાળકોને, ભાવિ પેઢીને પાણી નસીબ થશે.
0 Response to "ગુજરાતનાં મોટા ભાગનાં જળાશયો અડધાં જ ભરેલાં, ઉનાળો તો નીકળી જશે, પણ વરસાદ નહીં વરસે તો તકલીફ થશે"
ટિપ્પણી પોસ્ટ કરો