મુવિંગ કેમેરાથી સ્મિથ નારાજ:બાઉન્ડરી લાઈન પર કેમેરો આમ-તેમ ફરતો રહ્યો, સ્મિથનું ધ્યાન ભંગ થતા ગુસ્સે થયો
મુવિંગ કેમેરાથી સ્મિથ નારાજ:બાઉન્ડરી લાઈન પર કેમેરો આમ-તેમ ફરતો રહ્યો, સ્મિથનું ધ્યાન ભંગ થતા ગુસ્સે થયો
પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લાહોરમાં ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જેમાં સોમવારે આ મેચના પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાની ખરાબ શરૂઆત રહી હતી. આ દરમિયાન સ્ટીવ સ્મિથ બેટિંગ કરી રહ્યો હતો ત્યારે અચાનક મૂવિંગ કેમેરો બાઉન્ડરી લાઈન પર આમ-તેમ ફરી વિવિધ એન્ગલથી શોટ લેવા લાગ્યો હતો. જેથી સ્મિથ ગુસ્સે થઈ ગયો અને અમ્પાયર્સને આની ફરિયાદ કરવા લાગ્યો હતો. જેનો વીડિયો પાકિસ્તાન બોર્ડે શેર કરી કેમેરાના મુવમેન્ટ અંગે સ્ટીવ સ્મિથની માફી પણ માગી છે. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન સ્મિથ જ્યારે નારાજ હતો ત્યારે કેમેરાને જે ચલાવી રહ્યો હતો તેણે પણ બે ઘડી કામ કરવાનું બંધ કરી દીધું હતું. તેવામાં ફુટેજમાં એવું જોવા મળ્યું હતું કે બેટરની વઢ ખાતા આ નિર્જીવ કેમેરો પણ જાણે ડઘાઈ ગયો હોય.
સાઈટ સ્ક્રિન, કેમેરા અથવા ડ્રોનથી બેટરનું ધ્યાન ભંગ થાય
ઉલ્લેખનીય છે કે બેટિંગ દરમિયાન જો કોઈ બેટરની સામે સાઈટ સ્ક્રીન, કેમેરો અથવા ડ્રોન આવી જાય છે તો ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ દરમિયાન બેટરનું સંપુર્ણ ધ્યાન બોલ પર હોય છે અને ફાસ્ટ બોલર સામે શોટ રમતા પહેલા જો આવી કોઈ ઘટના બને તો બેટરને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
0 Response to "મુવિંગ કેમેરાથી સ્મિથ નારાજ:બાઉન્ડરી લાઈન પર કેમેરો આમ-તેમ ફરતો રહ્યો, સ્મિથનું ધ્યાન ભંગ થતા ગુસ્સે થયો"
ટિપ્પણી પોસ્ટ કરો