-->
વર્ષનું પહેલું ચક્રવાત આસની આજે ત્રાટકશે:80થી 85 KMની ઝડપે ફુંકાશે પવન, આંદામાન-નિકોબારમાં ટકરાવવાની સંભાવના; માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ

વર્ષનું પહેલું ચક્રવાત આસની આજે ત્રાટકશે:80થી 85 KMની ઝડપે ફુંકાશે પવન, આંદામાન-નિકોબારમાં ટકરાવવાની સંભાવના; માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ

 વર્ષનું પહેલું ચક્રવાત આસની આજે ત્રાટકશે:80થી 85 KMની ઝડપે ફુંકાશે પવન, આંદામાન-નિકોબારમાં ટકરાવવાની સંભાવના; માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ


બંગાળની ખાડી અને આંદામાન સમુદ્ર પર ચક્રવાત આસાનીનું જોખમ છે. બંગાળની ખાડી અને તેની નજીકના દક્ષિણ આંદામાન સમુદ્રમાં ગઈ કાલે લો પ્રેશર ક્ષેત્ર રચાયું હતું, જે આગામી 24 કલાક દરમિયાન વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત, ઘણા વિસ્તારોમાં ખૂબ જ જોરદાર પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગ ચક્રવાત આસાની પર સતત નજર રાખી રહ્યું છે.

21 માર્ચના રોજ, આંદામાન ટાપુઓના મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. બીજી બાજુ, ટાપુના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે અને કેટલાક ભાગોમાં ખૂબ ભારે વરસાદ થઈ શકે છે. બીજી તરફ, નિકોબાર દ્વીપના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે


ચક્રવાત માટે વહીવટીતંત્ર કેવી રીતે તૈયારી કરી રહ્યું છે
કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ 17 માર્ચે બંગાળની ખાડીમાં આવતા ચક્રવાતને પગલે કેન્દ્રીય મંત્રાલયો-એજન્સીઓ અને આંદામાન-નિકોબાર ટાપુઓના વહીવટીતંત્રની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ દરમિયાન, તેમણે મંત્રાલયો-એજન્સીઓને નિયમિત તકેદારી રાખવા અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા આંદામાન અને નિકોબાર પ્રશાસન સાથે સંપર્કમાં રહેવાનો નિર્દેશ આપ્યો હતો.

માછીમારી, પર્યટન અને શિપિંગ પર પ્રતિબંધ
ગૃહ મંત્રાલયે કહ્યું કે આંદામાન અને નિકોબારમાં બચાવ અને રાહત કામગીરી માટે NDRFના જવાનોને વિવિધ સ્થળોએ તહેનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત માછીમારી, પર્યટન અને શિપિંગ પ્રવૃતિઓ ઠપ્પ થઈ ગઈ છે. માછીમારોને દરિયામાંથી પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે. ભારતીય સેના, નેવી, એરફોર્સ અને ભારતીય કોસ્ટ ગાર્ડ સ્ટેન્ડબાય પર છે. જરૂર પડશે તો કેન્દ્રીય મંત્રાલય પણ મદદ કરશે.

0 Response to "વર્ષનું પહેલું ચક્રવાત આસની આજે ત્રાટકશે:80થી 85 KMની ઝડપે ફુંકાશે પવન, આંદામાન-નિકોબારમાં ટકરાવવાની સંભાવના; માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel