-->
શું તમે જાણો છો કે પાણી ક્યારે અને કેટલી માત્રામાં પીવું જોઇએ!, નહીં ને તો જાણી લો તેના ફાયદા અને નુકસાન

શું તમે જાણો છો કે પાણી ક્યારે અને કેટલી માત્રામાં પીવું જોઇએ!, નહીં ને તો જાણી લો તેના ફાયદા અને નુકસાન

 

શું તમે જાણો છો કે પાણી ક્યારે અને કેટલી માત્રામાં પીવું જોઇએ!, નહીં ને તો જાણી લો તેના ફાયદા અને નુકસાન


દેશનાં અનેક ભાગોમાં તાપમાન તેજીથી વધી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ (IMD) એ દેશનાં અનેક ભાગોમાં પહેલેથી જ હીટ વેવની ચેતવણી આપી ચૂક્યું છે. ત્યારે આવી સ્થિતિ સામે ઝઝૂમવામાં પાણીનો સૌથી મહત્વનો રોલ હોય છે. ત્યારે જયપુરની આયુર્વેદ નિષ્ણાંત ડૉ. કિરન ગુપ્તાનું કહેવું છે કે, હવામાનમાં ગરમાવો વધવા પર શરીરમાં પાણીની માત્રાને વધારવી ખાસ જરૂરી છે. શરીરનું તાપમાન નિયંત્રણ કરવામાં પાણીની ખાસ ભૂમિકા રહેલી છે પરંતુ એ બાબત પર ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે, પાણી કેટલું પીવું છે કારણ કે પાણી ખૂબ જ ઓછી માત્રામાં અથવા તો વધારે માત્રામાં લેવું પણ યોગ્ય નથી. કારણ કે તે ફાયદાની જગ્યાએ નુકસાન પણ પહોંચાડી શકે છે.

કેટલીક વાર એવી સ્થિતિ સર્જાતી હોય છે કે જ્યારે પાણી પીવાને લઇને પણ અસમંજસની સ્થિતિ સર્જાતી હોય છે, પરંતુ લોકોનાં મત અને તર્ક અલગ-અલગ હોય છે. જેમ કે સવારમાં ઉઠ્યા બાદ, ભોજન કરતી વેળાએ, વર્કઆઉટ કર્યા બાદ.

આ તજજ્ઞનું કહેવું છે કે, આને સમજવાની ખાસ જરૂરિયાત છે. તજજ્ઞનું કહેવું છે કે, સવારે ઉઠ્યા બાદ પાણી પીવું એ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. 6થી 8 કલાકની ઊંઘ બાદ શરીરને પાણીની ખાસ જરૂરિયાત હોય છે, એટલાં માટે સવારે ઉઠ્યા બાદ પોતાની ક્ષમતા અનુસાર, 1થી 2 ગ્લાસ પાણી પી શકાય.


ડો. કિરન ગુપ્તા કહે છે કે, મોટા ભાગના લોકો જમતી વખતે વધુ પાણી પીવે છે. આમ, કરવાથી બચવું જોઈએ. જો ખોરાક ગળામાં અટવાઈ જાય તો એક-બે ઘૂંટડા પાણી પીવું હિતાવહ છે. પરંતુ ભોજન દરમિયાન વધુ પાણી પીવાથી પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે કારણ કે મોઢામાં ઉત્પન્ન થતા ઉત્સેચકો સીધા પેટમાં જાય છે.

એટલું જ નહીં, ઘણાં લોકો વર્કઆઉટ કર્યા બાદ વધારે પાણી પીતા હોય છે. ત્યારે ધ્યાનમાં રાખજો કે, એ દરમિયાન વધુ પાણી પીવાને બદલે 10-10 મિનિટના અંતરે એક કે બે ઘૂંટડા પાણી પી શકાય. નિષ્ણાંતોના મતે, વ્યક્તિએ દરરોજ સરેરાશ 2થી 3 લિટર પાણી પીવું જોઈએ, પરંતુ વધુ પડતા પરસેવાના કારણે શરીરમાં પાણીની કમી થઈ શકે છે. આવી સ્થિતિમાં તમે દરરોજ 3થી 4 લીટર પાણી પી શકો છો. યાદ રાખો કે, એક જ શ્વાસમાં પાણીને પીવાને બદલે તેને ઘૂંટડે-ઘૂંટડે કરીને પીઓ. તેનાથી પાચન શક્તિ પણ સુધરી જશે.


પાણી ઓછું અને વધારે પીવાથી થતા નુકસાન વિશે પણ જાણી લો

પાણી ઓછું પીઓ છો તો....: પાણી ઓછું માત્રામાં પીવાથી ડિહાઇડ્રેશન એટલે કે શરીરમાં પાણીની ઊણપ થવાનો ખતરો વધારે રહે છે. વધતી ઉંમરની અસર જલ્દી દેખાડવા લાગે છે અને શરીરનું મેટાબૉલિઝ્મ બગડી જાય છે. પરિણામ ચરબી પણ વધવા લાગે છે.

પાણી જરૂરિયાત કરતા વધારે પીશો તો....કેટલાંક લોકોનું માનવું છે કે, પાણી જેટલું વધારે પીશો તેટલું જ તે શરીર માટે સારું રહેશે. આવું બિલકુલ પણ નથી. પાણી જરૂરિયાત કરતા વધારે પીઓ છો તો સોડિયમનું લેવલ ઓછું થવાથી મગજમાં સોજો આવી શકે છે. કિડની પર તેને ફિલ્ટર કરવા માટે વધુ દબાણ આવી શકે છે, જેનાથી કિડનીમાં ખરાબી આવવાનો ખતરો વધી શકે છે. એ સિવાય માંસપેશીમાં એંઠન અથવા તો નબળાઇનો અનુભવ થઇ શકે છે.

0 Response to "શું તમે જાણો છો કે પાણી ક્યારે અને કેટલી માત્રામાં પીવું જોઇએ!, નહીં ને તો જાણી લો તેના ફાયદા અને નુકસાન"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel