-->
ધ કશ્મીર ફાઈલ્સ સામે બચ્ચન પાંડેનું સુરસુરિયું, જુઓ થયા કેવા ભૂંડા હાલ!

ધ કશ્મીર ફાઈલ્સ સામે બચ્ચન પાંડેનું સુરસુરિયું, જુઓ થયા કેવા ભૂંડા હાલ!

 

ધ કશ્મીર ફાઈલ્સ સામે બચ્ચન પાંડેનું સુરસુરિયું, જુઓ થયા કેવા ભૂંડા હાલ!


ધ કશ્મીર ફાઈલ્સની આંધીમાં ઉડી ફિલ્મ બચ્ચન પાંડે 

અક્ષય કુમાર, કૃતિ સેનન, જેકલીન ફર્નાન્ડિસ સ્ટારર ફિલ્મ 'બચ્ચન પાંડે' હોળી પર રિલીઝ થઇ હતી. પહેલા દિવસે આ ફિલ્મે ભલે 13 કરોડની ઓપનિંગ કરી, પણ હવે આ ફિલ્મની કમાણી 'ધ કશ્મીર ફાઈલ્સ' પાસે ફિકી પડતી જોવા મળે છે. બચ્ચન પાંડે જ્યારે ત્રણ દિવસમાં લગભગ 35 કરોડની કમાણી કરી ચુકી છે, ત્યારે 'ધ કશ્મીર ફાઈલ્સ'ની ટોટલ કમાણી આ ત્રણ દિવસમાં  લગભગ 71 કરોડ છે. 

બચ્ચન પાંડે' માં અક્ષય કુમાર ગેંગસ્ટરની ભૂમિકા નિભાવી રહ્યા છે. ફિલ્મને હાઉસફૂલ 4 ફેમ ફરહાદ સામજીએ ડાયરેક્ટ કરી છે. ફિલ્મના રિલીઝ થવા પર મિક્સ્ડ અભિપ્રાયો મળ્યા હતા. 


એક રિપોર્ટ અનુસાર, બચ્ચન પાંડે રવિવારનાં દિવસે સારી કમાણી ન કરી શકી, જેટલી લોકોને આશા હતી. આ ફિલ્મે રવિવારે લગભગ 11.5 -12 કરોડ કમાણી કરી છે. આવામાં ફિલ્મની ટોટલ કમાણીનું અનુમાન 34-35 કરોડ લગાવવામાં આવી રહ્યું છે. જ્યારે ધ કશ્મીર ફાઈલ્સ બોક્સ ઓફિસ પર છવાયેલ રહી. રિપોર્ટ અનુસાર, ધ કશ્મીર ફાઈલ્સ બીજા અઠવાડિયે 71 કરોડની આસપાસ પહોંચી ગઈ છે. 


0 Response to "ધ કશ્મીર ફાઈલ્સ સામે બચ્ચન પાંડેનું સુરસુરિયું, જુઓ થયા કેવા ભૂંડા હાલ!"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel