ભરૂચના ટંકારીયા ગામમાં કપડાની દુકાનમાં અચાનક આગ લાગી, તમામ સામાન બળીને ખાખ
ભરૂચના ટંકારીયા ગામમાં કપડાની દુકાનમાં અચાનક આગ લાગી, તમામ સામાન બળીને ખાખ
ભરૂચના ટંકારીયા ગામ પાસે આવેલી કપડાની દુકાનમાં અચાનક આગ લાગી હતી. જેને લઈ દોડધામ મચી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, આ આગની ઘટનામાં તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.
આજરોજ બપોરના સમયે ભરૂચના ટંકારીયા ગામ ખાતે એક કપડાંની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા નાસભાગ મચી હતી. સ્થાનિકોએ આગ ઉપર પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો. જોકે, આગ વિકરાળ હોય ભરૂચ નગર પાલિકાના ફાયર વિભાગમાં જાણ કરી હતી. જેથી ફાયર ફાયટરો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
0 Response to "ભરૂચના ટંકારીયા ગામમાં કપડાની દુકાનમાં અચાનક આગ લાગી, તમામ સામાન બળીને ખાખ"
ટિપ્પણી પોસ્ટ કરો