-->
 AAPએ પંજાબથી નક્કી કર્યા 5 નામ; પ્રો. સંદીપ પાઠક અને ક્રિકેટર હરભજન સિંહ પણ ઉમેદવારી નોંધાવશે

AAPએ પંજાબથી નક્કી કર્યા 5 નામ; પ્રો. સંદીપ પાઠક અને ક્રિકેટર હરભજન સિંહ પણ ઉમેદવારી નોંધાવશે

 

 AAPએ પંજાબથી નક્કી કર્યા 5 નામ; પ્રો. સંદીપ પાઠક અને ક્રિકેટર હરભજન સિંહ પણ ઉમેદવારી નોંધાવશે



પંજાબ વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મળ્યા પછી આમ આદમી પાર્ટી હવે રાજ્યસભા ચૂંટણીની તૈયારીમાં લાગી ગઈ છે. 31 માર્ચે પંજાબની 5 રાજ્યસભા સીટ માટે ચૂંટણી થવાની છે. આ માટે આપે દિલ્હીથી ધારાસભ્ય અને પંજાબના પ્રભારી રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાના ઉમેદવાર બનાવવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય પ્રો. સંદીપ પાઠક અને ક્રિકેટર હરભજન સિંહ પણ રાજ્યસભા માટે ઉમેદવારી ફોર્મ ભરે તેવી શક્યતા છે.

રાઘવ ચઢ્ઢાનું રાજ્યસભામાંથી ઉમેદવાર બનવાનું લગભગ નક્કી જ છે. તેમની ઉંમર 33 વર્ષ છે. ચઢ્ઢા જો રાજ્યસભા પહોંચશે તો તેઓ દેશના સૌથી નાની ઉંમરના રાજ્યસભાના સાંસદ બનશે. આ પહેલાં 35 વર્ષની મેરીકોમ સૌથી યુવા સાંસદ બન્યા હતા. આપે પંજાબમાં 117માંથી 92 સીટો પર જીત મેળવી છે. માનવામાં આવે છે કે, આપ રાજ્યસભા ચૂંટણીમાં 5 સીટો પર જીત મેળવી શકે છે.

2020માં પહેલીવાર ધારાસભ્ય ચૂંટાયા હતા ચઢ્ઢા
રાઘવ ચઢ્ઢા દિલ્હીના રાજેન્દ્ર નદર વિધાનસભા સીટથી 2020માં પહેલીવાર ધારાસભ્ય ચૂંટાયા હતા. આ પહેલાં તેઓ પાર્ટીના ટ્રેઝર તરીકે કામ કરતા હતા. ટ્રેઝર તરીકે તેમણે ઘણી વાર આમ આદમી પાર્ટીને મળેલી ઈન્કમટેક્સ નોટિસનો પણ સામનો કર્યો છે. પંજાબ વિધાનસભા ચૂંટણીના એક વર્ષ પહેલાં જ તેમને સહપ્રભારી બનાવવામાં આવ્યા છે.

AAPના 5 ઉમેદવાર નક્કી
આમ આદમી પાર્ટીના લગભગ 4 ઉમેદવાર નક્કી માનવામાં આવે છે. ચઢ્ઢા સિવાય પ્રોફેસર સંદીપ પાઠકનું નામ પણ પાજ્યસભા ઉમેદવાર માટે પંજાબથી નક્કી માનવામાં આવે છે. આ સિવાય ક્રિકેટર હરભજન સિંહ પણ પંજાબથી રાજ્યસભાના ઉમેદવાર બનશે. આ સિવાય લવલી યુનિવર્સિટીના ચાન્સેલર અશોક કુમાર મિત્તલ અને લુધિયાણાના વેપારી સંજીવ અરોરાને પણ આપે ઉમેદવાર બનાવ્યા છે.

0 Response to " AAPએ પંજાબથી નક્કી કર્યા 5 નામ; પ્રો. સંદીપ પાઠક અને ક્રિકેટર હરભજન સિંહ પણ ઉમેદવારી નોંધાવશે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel