-->
સુરતના સ્વામિનારાયણ ગુરુકુળમાં ગુટખા, સિગારેટ, તંબાકુ સહિતની વસ્તુઓની હોળી કરી જાગૃતિ ફેલાવવા પ્રયાસ

સુરતના સ્વામિનારાયણ ગુરુકુળમાં ગુટખા, સિગારેટ, તંબાકુ સહિતની વસ્તુઓની હોળી કરી જાગૃતિ ફેલાવવા પ્રયાસ

 

સુરતના સ્વામિનારાયણ ગુરુકુળમાં ગુટખા, સિગારેટ, તંબાકુ સહિતની વસ્તુઓની હોળી કરી જાગૃતિ ફેલાવવા પ્રયાસ



વૈદિક પરંપરા પ્રમાણે ગાયના છાણમાંથી બનેલી ગોબરસ્ટીકની મદદથી વૈદિક હોળી પ્રગટાવવાના સંકલ્પમાં આ વર્ષે સેંકડો શહેરીજનો જોડાયા છે. જ્યારે કતારગામ સ્વામિનારાયણ ગુરુકુળમાં અનોખી હોળી એટલે કે, ગુટખા સિગરેટ તંબાકુને સળગાવી હોળી કરવાનું આનોખું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ બાળકો અને તેના માતા પિતાને વ્યસન મુક્તિના સંદેશા સાથે કેન્સર મુક્ત સમાજના નિર્માણ સાથે હોળીનું આયોજન કરવામાં આવ્યું હતું.


વેદિક હોળીના આયોજન
2019ની વર્ષમાં વૈદિક હોળી સાથે સુરત શહેરમાંથી શરૂ થયેલી ઝુંબેશને દક્ષિણ ગુજરાત અને સમગ્ર ગુજરાતમાં સહર્ષ આવકાર મળી રહ્યો છે. સંકલ્પયાત્રાને સુરતવાસીઓએ શાનદાર સ્વીકૃતિ આપી છે. ગુરુવારે સાંજના સુમારે ઠેરઠેર હોલિકા દહનના કાર્યક્રમો સાથે જ પર્યાવરણના જતન અને ગૌવંશના સંવર્ધન, સ્વાવલંબન અને નશામુક્ત યુવાધન માટે પણ અનેરો સંદેશો આપવામાં આવશે.

ગાયના ગોબરસ્ટીકથી હોળી
ગત વર્ષે કોરોના મહામારીના ગ્રહણ સામે આ વર્ષે શહેરીજનોમાં સ્વયંભૂ જાગૃતિ આવતા ગૌશાળાઓ દ્વારા બેથી ત્રણ ગણી વધુ ગોબરસ્ટીક બનાવી હતી. હોળી પર્વના અઠવાડિયા પહેલાથી જ ઇન્ક્વાયરીનો મારો જોવા મળ્યો હતો. તે સાથે જ ગુરુવારે વરાછા, અમરોલી. કતારગામ, અડાજણ, ઉધના સહિતના વિસ્તારોમાં વૈદિક હોળી થશે. આ નિમિત્તે ગૌશાળા, ગૌપ્રમીઓ દ્વારા ફરીવાર હોળી તો વૈદિક જ પ્રગટાવવાની અને પ્રહ્લાદની જેમ પર્યાવરણ બચાવવાની અરજ કરવામાં આવી છે. ગૌશાળા, ગૌપ્રેમીઓના જણાવ્યા મુજબ, ગૌમયકાષ્ઠથી તૈયાર થતી વૈદિક હોળી પ્રગટાવવાથી ગૌવંશના સ્વાવલંબનનો સંદેશ મળે છે. પર્યાવરણને પણ લાભ થાય છે. વૈજ્ઞાનિક ઢબે જોઇએ તો, ગૌમયકાષ્ઠ પ્રગટાવવાને કારણે વાતાવરણમાં ઓક્સિજનની માત્રા વધે છે. વાતાવરણમાં ઇથીલીન ઓક્સાઇડ, પોપીલીન ઓક્સાઇડ છૂટા પડે છે. ઓપરેશન થિયેટરમાં બેક્ટેરિયાનો નાશ ખરવા આ બન્ને ઓક્સાઇડનો ઉપયોગ થાય છે, આમ પર્યાવરણ ની માવજત માટે પણ વૈદિક હોળી લાભદાયી નીવડે છે.

0 Response to "સુરતના સ્વામિનારાયણ ગુરુકુળમાં ગુટખા, સિગારેટ, તંબાકુ સહિતની વસ્તુઓની હોળી કરી જાગૃતિ ફેલાવવા પ્રયાસ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel