-->
હજાત ગામે ONGCની લાઈનમાં પંક્ચર પાડી ક્રૂડ ઓઈલની ચોરી

હજાત ગામે ONGCની લાઈનમાં પંક્ચર પાડી ક્રૂડ ઓઈલની ચોરી

 

હજાત ગામે ONGCની લાઈનમાં પંક્ચર પાડી ક્રૂડ ઓઈલની ચોરી


અંકલેશ્વરના હજાત ગામની સીમમાં ઓએનજીસી લાઈનમાં પંક્ચર પાડી ને ક્રૂડ ઓઈલની ચોરી કરતા ચોર રંગેહાથ ઝડપાઈ જવા પામ્યો છે. એસઆરપી સર્વેલન્સ સ્ક્વોડે હજાત ના કંડમ ચોર ની ધરપકડ કરીને રૂપિયા 7500 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ક્રૂડ ઓઇલ ચોરી કરતા અન્ય એક ઈસમ ફરાર થઇ ગયો હતો. ઓએનજીસી એસ.આર.પી સ્કોર્ડ દ્વારા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અંકલેશ્વર ઓએનજીસી એસેટમાં ફરજ બજાવતા એસ આર પી સર્વેલન્સ સ્ક્વોડ ના જવાન હર્ષદ પટેલ અને તેમની ટીમ અંકલેશ્વર ના ઓએનજીસી એસેટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી માહિતીના આધારે હજાત ગામ પાસેથી પસાર થતી ક્રૂડ ઓઇલની પાઈપલાઈન પર તપાસ અર્થે ગયા હતા, જ્યાં ક્રૂડ ઓઇલ ચોરીને અંજામ આપવામાં આવી રહ્યો હોવાનું માલુમ પડ્યું હતું .એસઆરપી જવાનોને જોઈને ઓઇલ ચોરી કરતા એક કદમ ચોર ફરાર થઇ ગયો હતો,

જ્યારે હજાત ગામના કંડમ ચોર પ્રવીણ વસાવાની ધરપકડ કરી હતી, અને ઓએનજીસી ક્રૂડ ઓઇલ ની પાઇપલાઇન માંથી ચોરી કરેલ ચાર કારબા ભરેલું રૂપિયા 7500નું 150 લીટર ક્રુડ ઓઇલ જપ્ત કર્યું હતું. તેમજ હજાત ગામના ફરાર રમેશ વસાવાની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. બનાવ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરુ કરી છે.

0 Response to "હજાત ગામે ONGCની લાઈનમાં પંક્ચર પાડી ક્રૂડ ઓઈલની ચોરી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel