વડોદરામાં મોર્નિંગ વોકર્સ ઘુળેટી રમ્યાં, રંગ ઉડાડી ડાન્સ કર્યો ને ગરબે ધૂમ્યાં
વડોદરામાં મોર્નિંગ વોકર્સ ઘુળેટી રમ્યાં, રંગ ઉડાડી ડાન્સ કર્યો ને ગરબે ધૂમ્યાં
વડોદરામાં વહેલી સવારથી જ ઘુળેટી પર્વની ઉજવણી શરૂ થઇ ગઇ છે. આજે સવારે મોર્નિંગ વોકર્સ દ્વારા સયાજીબાગ ખાતે રંગ, ગુલાલ અને ગરબે ઘૂમી રંગોના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.
ઢોલના તાલે ગરબે ઘૂમ્યાં
શહેરના સયાજીબાગ ખાતે ઉગતા સૂરજની સાથે જ ઘુળેટી પર્વની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. મોર્નિગ વોકર્સ દ્વારા એકબીજાને રંગ લગાવવાની સાથે ઢોલના તાલે ગરબે ઘૂમીને સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. ઉજવણી કરી રહેલ ફાલ્ગુની જાદવે કહ્યું હતું કે, ઘરનો પરિવાર હોય છે તેમ અમારો મોર્નિંગ વોકર્સનો પણ પરિવાર છે. રંગોનો આ તહેરવાર બધાના જીવનમાં પણ કલરફૂલ બની રહે તેવી શુભકામનાઓ.
કલેક્ટરનું હોળીને લઈને જાહેરનામું
જિલ્લા કલેક્ટર એ.બી.ગોરના જાહેરનામા અનુસાર, હોળી, ઘુળેટીના તહેવાર દરમિયાન કોઈપણ વ્યકિતઓ જાહે૨ જગ્યાએ આવતા જતા રાહદારીઓ ઉ૫૨ અથવા મકાનો અથવા મિલકતો, વાહનો ઉ૫૨ અથવા વાહનોમાં જતા આવતા શખસો ઉપર કાદવ, કિચડ, રંગ અથવા રંગ મિશ્રિત કરેલા પાણી અથવા તૈલી પદાર્થો કે બીજી કોઈ વસ્તુઓ નાખવી કે નખાવવી નહીં. આ ઉપરાંત હોળી-ઘુળેટીના પૈસા ( ગોઠ ) ઉઘરાવવા પર અથવા બીજા કોઈ ઈરાદાથી જાહે૨ રસ્તા ઉપર જતા આવતા રાહદારીઓ અથવા વાહનો રોકવા પર એક જાહેરનામાથી પ્રતિબંધ ફરમાવ્યો છે.
0 Response to "વડોદરામાં મોર્નિંગ વોકર્સ ઘુળેટી રમ્યાં, રંગ ઉડાડી ડાન્સ કર્યો ને ગરબે ધૂમ્યાં"
ટિપ્પણી પોસ્ટ કરો