-->
હોટલના રાઇસમાંથી વંદો નીકળતાં ગ્રાહકની ફરિયાદ

હોટલના રાઇસમાંથી વંદો નીકળતાં ગ્રાહકની ફરિયાદ

 

હોટલના રાઇસમાંથી વંદો નીકળતાં ગ્રાહકની ફરિયાદ



ઝઘડિયા ખાતે ઝમઝમ એપાર્ટમેન્ટમાં રહેતા મોંહમદખાન પઠાણ તા.14 મીના રોજ સાયરાબેન મન્સુરીની ખાણીપીણીની દુકાનમાંથી ફ્રાઇ રાઇસ પાર્સલ કરાવીને ઘરે લાવ્યા હતા. ઘેર આવીને પાર્સલ ખોલતા તેમાં વંદો હોવાનું જણાયું હતું. તેમજ રાઇસ વાસી હોવાનું જણાયુ હતું.

આ બાબતે તેમણે દુકાન માલિકને જણાવતા તેમણે ઉડાવ જવાબ આપ્યો હોવાનું જણાવાયુ હતું. તેમણે ફરિયાદ કરવાની વાત કરી તો થાય તે કરી લેજો એમ કહ્યુ હતું. આ બાબતે મોહંમદખાન પઠાણે રાઇસમાંથી વંદો નીકળવાના આક્ષેપ સાથે ગત તા.15મીના રોજ ઝઘડિયા મામલતદારને ફરિયાદ કરી હતી.

તેમજ ફરિયાદની નકલ ઝઘડિયા પોલીસ તેમજ ભરૂચ ખોરાક અને ઔષધ નિયમનની કચેરી ખાતે મોકલીને ન્યાયિક તપાસની માગ કરી હતી. આ બાબતે તટસ્થ તપાસ થાય તો સત્ય હકિકત બહાર આવી શકે તેમ છે. આ ફરિયાદમાં આક્ષેપ કરાયો છેકે આ ખાણીપીણીની દુકાન પરવાના વિના ચાલે છે.

0 Response to "હોટલના રાઇસમાંથી વંદો નીકળતાં ગ્રાહકની ફરિયાદ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel