-->
ધર્મ બદલ નહીં તો ગામ છોડી દે તેવી ધમકી આપી વ્યક્તિને મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવ્યો

ધર્મ બદલ નહીં તો ગામ છોડી દે તેવી ધમકી આપી વ્યક્તિને મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવ્યો

 

ધર્મ બદલ નહીં તો ગામ છોડી દે તેવી ધમકી આપી વ્યક્તિને મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવ્યો



આમોદ તાલુકામાં આવેલાં કાંકરિયા ગામે રહેતાં આદિવાસી પરિવારોને તેમની અજ્ઞાનતાનો લાભ ઉઠાવી, રોકડ તેમજ અન્ય સહાયની લાલચો આપી મુસ્લીમ ધર્મમાં ધર્મપરિવર્તન કરાવવાના મામલામાં ડિસેમ્બર મહિનામાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જે મામલો હજી લોકોમાં તાજો છે.

ત્યાં પુરસા ગામના એક શખ્સને ધાકધમકીથી ધર્મપરિવર્તન કરાવામાં આવ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આમોદના પુરસા ગામે રહેતાં છગન રયજી પરમાર નામના ઇસમને 12થી 15 વર્ષ પહેલાં ગામમાં જ રહેતાં અનવરખા ઇબ્રાહિમખાં પઠાણ, ગેમલસંગ ભારતસંગ સિંધા, ઇમરાન નુરભા મલેક તેમજ જહાંગીર ગુલામ સરદાર મલેક નામના શખ્સોએ ધમકીઓ આપી હતી કે, ઇસ્લામ ધર્મ અંગિકાર કરો નહીં તો ગામ છોડી દો. જે બાદ ભરૂચના ભોલાવ ગામના મોલવીની મદદથી તેનું ધર્મપરિવર્તન કરાવી તેનું નામ અબ્દુલ રહેમાન પરમાર રાખ્યું હતું.

દરમિયાનમાં તે પુરસા ગામની મરીયમ મસ્જીદમાં કામ કરતો હતો. લાંબા સમયથી તે તેને બળજબરીપુર્વક ધર્મઅંગિકાર કરાવવાના મામલાથી ત્રસ્ત હતો. અરસામાં તેણે આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે પાંચેય આરોપીઓ વિરૂદ્ધ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

જંબુસર ડીવાયએસપીને તપાસ સોંપી છે
મુસ્લીમ ધર્મના કટ્ટરવાદીઓ દ્વારા પુરસા ગામના છગન પરમારનું ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું હોવાની ફરિયાદ આમોદ પોલીસ મથકે નોંધાઇ છે. જેમાં પ્રાથમિક તબક્કે 5 આરોપીઓના નામો સામે આવ્યાં છે. મામલાની તપાસ જંબુસરના ડિવાયએસપીને સોંપવામાં આવી છે. આરોપીઓએ અન્ય કોઇને આ પ્રકારે ધર્મપરિવર્તન કરાવ્યું છે કે કેમ તે સહિતની વિગતો તપાસવામાં આવશે.> રાજેન્દ્રસિંહ ચુડાસમા, એસપી, ભરૂચ.

0 Response to "ધર્મ બદલ નહીં તો ગામ છોડી દે તેવી ધમકી આપી વ્યક્તિને મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવ્યો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel