-->
ઉપયોગી નુસ્ખો! ફટાફટ વેઈટ લૉસ કરવું હોય તો ડાયૅટમાં સામેલ કરો આ ચીજ, ગણતરીના દિવસોમાં મળશે પરિણામ

ઉપયોગી નુસ્ખો! ફટાફટ વેઈટ લૉસ કરવું હોય તો ડાયૅટમાં સામેલ કરો આ ચીજ, ગણતરીના દિવસોમાં મળશે પરિણામ

 

ઉપયોગી નુસ્ખો! ફટાફટ વેઈટ લૉસ કરવું હોય તો ડાયૅટમાં સામેલ કરો આ ચીજ, ગણતરીના દિવસોમાં મળશે પરિણામ


ગ્રીન ટી આરોગ્ય માટે ફાયદાકારક હોય છે, આ તમે ઘણી વખત સાંભળ્યું હશે અને વાંચ્યુ પણ હશે. ઘણા લોકો સામાન્ય ચાના બદલે ગ્રીન ટીનો ઉપયોગ કરે છે, પરંતુ આજે અમે તમને એક એવી ગ્રીન ટી અંગે જણાવીશું જેના અસંખ્ય ફાયદા છે, જેને લોકો માચા ગ્રીન ટીના નામથી પણ ઓળખે છે.

ગીન ટી અને માચા ટી બંને એક જ છોડથી થાય છે તૈયાર

ગ્રીન ટી અને માચા ટી બંને એક જ છોડ કેમેલિયા સાઇન્સિસથી તૈયાર થાય છે. ફરક ફક્ત એટલો છે કે ગ્રીન ટીના પાંદડાને સુકવીને અને ફરીથી રિફાઈન કરીને તૈયાર કરવામાં આવે છે. જ્યારે માચા ટી તૈયાર કરતી વખતે પાનને અલગ કરી દેવામાં આવે છે અને પછી તેને ઉકાળી અને સુકવીને મહીન પાઉડર તૈયાર કરવામાં આવે છે. માચા ટી આ પાનનુ ચૂરણ સ્વરૂપ છે.

વજન ઘટાડવામાં ઉત્તમ

વજન ઘટાડવામાં માચા ગ્રીન ટી, ગ્રીન ટીથી વધુ અસરકારક હોય છે. જેમાં રહેલ એન્ટી-ઓક્સિડેન્ટ્સ વજન ઘટાડવામાં મદદ કરે છે. સંશોધન જણાવે છે કે જો આ ચાને સતત 12 અઠવાડિયા સુધી પીવામાં આવે તો બૉડીમાંથી ફેટને કાપી નાખે છે. 

હાર્ટનુ રાખે ખ્યાલ

માચા ગ્રીન ટીમાં એપીગેલોકેચીન ગેલેટ હોય છે. આ શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડવામાં મદદ કરે છે. જેના કારણે હાર્ટ હંમેશા આરોગ્યપ્રદ રહે છે. 


ડાઈજેશનને સારું રાખે

માચા ટીના છોડમાં કેટેચિન નામનુ એક ખાસ તત્વ હોય છે. જે શરીરની ઘણી સમસ્યાઓને દૂર કરી ડાઈજેશન સિસ્ટમને સારી બનાવે છે.

બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે  

માચા ટીમાં રહેલ કૈટેચિન નામનુ એન્ટીઑક્સિડેન્ટ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે અને તેનાથી તમને બ્લડ પ્રેશરની દવાઓમાંથી છૂટકારો મળી શકે છે. 

0 Response to "ઉપયોગી નુસ્ખો! ફટાફટ વેઈટ લૉસ કરવું હોય તો ડાયૅટમાં સામેલ કરો આ ચીજ, ગણતરીના દિવસોમાં મળશે પરિણામ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel