રોજર ફેડરર યુક્રેનના બાળકોની સહાય માટે કરોડો રૂપિયા દાન કરશે, તેનો પરિવાર પણ યુદ્ધના કારણે ગભરાઈ ગયો છે
રોજર ફેડરર યુક્રેનના બાળકોની સહાય માટે કરોડો રૂપિયા દાન કરશે, તેનો પરિવાર પણ યુદ્ધના કારણે ગભરાઈ ગયો છે
વિશ્વના ટોપ ટેનિસ ખેલાડી રોજર ફેડરરે શુક્રવારે એક મોટું નિવેદન આપ્યું છે. યુક્રેનમાં યુદ્ધના કારણે બાળકોનું ભવિષ્ય સંકટમાં મુકાઈ ગયું છે. તેમના ઉછેરથી લઈ શિક્ષા સુધીની સફર સુનિશ્ચિત કરવા માટે રોજર ફેડરરે આર્થિક સહાય આપવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે ફેડરરે આ ફાઉન્ડેશનના માધ્યમથી 5 લાખ ડોલર (લગભગ 3.80+ કરોડ રૂપિયા)નું દાન કરશે. તમને જણાવી દઈએ કે 23 દિવસથી ચાલી રહેલા યુદ્ધના કારણે લગભગ 65 લાખ લોકોનું સ્થળાંતર કરાયું છે. જ્યારે 32 લાખથી વધુ લોકો પહેલા જ યુક્રેન છોડીને જતા રહ્યા છે.
ફેડરરનો પરિવાર ગભરાઈ ગયો
યુએન રેફ્યુજી એજન્સી (UNHCR)એ આ સપ્તાહના શરૂઆતમાં કહ્યું હતું કે 24 ફેબ્રુઆરીએ રશિયાએ આક્રમણ શરૂ કરતાની સાથે જ 30 લાખ રેફ્યુજી યુક્રેનથી ભાગી ગયા છે. આ સંખ્યા દેશની વસતિના લગભગ 7 ટકા છે. ફેડરરે ટ્વિટર પર કહ્યું હતું કે હું અને મારો પરિવાર યુક્રેનની તસવીરો તથા યુદ્ધની સ્થિતિના વીડિયો જોઈને ગભરાઈ ગયા છીએ. આપણે સૌએ અત્યારે શાંતિ માટે યુક્રેનની પડખે ઊભા રહેવું જોઈએ.
ફેડરરે જણાવ્યું કે અમે યુક્રેનના એવા બાળકોને મદદ કરીશું જેને સારસંભાળની આવશ્યકતા છે. અત્યારે લગભગ 60 લાખથી વધુ યુક્રેનના બાળકો શાળામાં અભ્યાસ કરવા જઈ શકતા નથી. દરેકનું ભવિષ્ય ગાઢ અંધકારમાં જોવા મળી શકે છે. રોજર ફેડરર ફાઉન્ડેશન દ્વારા અમે યુક્રેનના બાળકોની સહાય કરવા માટે 5 લાખ ડોલરનું દાન કરવા માગીએ છીએ.
0 Response to "રોજર ફેડરર યુક્રેનના બાળકોની સહાય માટે કરોડો રૂપિયા દાન કરશે, તેનો પરિવાર પણ યુદ્ધના કારણે ગભરાઈ ગયો છે"
ટિપ્પણી પોસ્ટ કરો