-->
સુરતમાં જૂની ઈમારતના રિનોવેશન વખતે દિવાલ તૂટી પડતાં કાટમાળ નીચે ચાર દબાયા, બેનાં મોત

સુરતમાં જૂની ઈમારતના રિનોવેશન વખતે દિવાલ તૂટી પડતાં કાટમાળ નીચે ચાર દબાયા, બેનાં મોત

 

સુરતમાં જૂની ઈમારતના રિનોવેશન વખતે દિવાલ તૂટી પડતાં કાટમાળ નીચે ચાર દબાયા, બેનાં મોત



સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી કિરણ હોસ્પિટલની બાજુમાં જૂની ઈમારતના રિનોવેશન વખતે દિવાલ અને સ્લેબનો ભાગ પડતાં ભાગ તૂટી પડ્યો હતો. જેથી ચાર લોકો દબાયા હોવાની વાત મળતાં ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જેમાંથી ત્રણ વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યાં હતાં. જેમાંથી બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ મોકલવામાં આવ્યાં હતાં.જ્યાં તેમને મૃત જાહેર કરાયાં હતાં.
મંજૂરી નહોતી લેવાઈ
પાલિકાના અધિકારીઓએ કહ્યું હતું કે, કતારગામના જરીવાલા કમ્પાઉન્ડમાં આ ઈમારત આવેલી છે. જ્યાં તેનું સમારકામ ચાલતું હતું. એ દરમિયાન દિવાલ અને સ્લેબનો ભાગ તૂટી પડ્યો હતો. જોકે, રિનોવેશન સહિતની કામગીરી અંગે પાલિકામાંથી કોઈ જ મંજૂરી લેવામાં આવી નહોતી. તેમજ બિલ્ડીંગ કેટલું જૂનુ હતું. તે અંગે પાલિકાના અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. સાથે જ યોગ્ય પગલા પણ નિયમો પ્રમાણે લેવામાં આવશે તેમ વધુમાં ઉમેર્યું હતું.

દિવાલ ધસી પડી
ફાયર ઓફિસર વસંત પરીખે જણાવ્યું કે,એમ્બ્રોઈડરી કારખાનામાં અંદાજે 60થી 70 કામદારો કામ કરતા હતા. તે દરમિયાન માલિકે જણાવ્યું કે, તે આગળ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી. અત્યારે હાલ રિપેરિંગની કામગીરી ચાલી રહી હતી. જે દરમિયાન દિવાલ ધસી પડતા કામદારો કાટમાળ નીચે દબાયેલા હતા. કાર બે કે ચાર લોકો અને રેસ્ક્યુ કરીને કાટમાળ નીચેથી કાઢ્યા છે. જેમાં બેની હાલત વધુ ગંભીર હતી તેમના મોત થયા છે. તેમજ અન્ય લોકોને પણ ઇજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

વાહનો દબાયા
બિલ્ડીંગનો ભાગ ધરાશાયી થતાં જ કાટમાળ નીચે વાહનો દટાઈ ગયાં હતાં. બિલ્ડીંગની નજીક પાર્ક કરવામાં આવેલા મોપેડ સહિતના વાહનોનો દબાઈ જતાં તેને બહાર કાઢવા માટે પાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

પાવર કટ કરવામાં આવ્યો
બિલ્ડીંગનો ભાગ ધરાશાયી થતાં જ તાત્કાલિક ઈલેક્ટ્રિક પાવર સપ્લાય કટ કરી દેવામાં આવી હતી. જેથી ફાયરબ્રિગેડ દ્વારા જેસીબી મશીનની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે જ બિલ્ડીંગનો ભાગ તૂટી પડતાં પાલિકાની ઝોન ઓફિસના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં.

પાલિકાના શાસકોની બેદરકારી-વિપક્ષ નેતા
વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, શાસકોની બેદરકારીના કારણે આ પ્રકારની એક પછી એક દુર્ઘટનાઓ બની રહી છે. અમે આ દુર્ઘટનાને વખોડીએ છીએ. તથા આવી દુર્ઘટના ન બને તે માટે પાલિકાના શાસકોને ઢંઢોળવા પ્રયાસ કરીશું. સાથે જ મૃતકોને સહાય મળી રહે. રાજ્ય સરકાર અને પાલિકા તરફથી તે માટેની પણ માગ કરીશું.શહેરમાં આવી બે હજાર જેટલી ઈમારતો હશે તેમને માત્ર નોટિસ આપીને સંતોષ માની લેવાય છે તે યોગ્ય નથી.

0 Response to "સુરતમાં જૂની ઈમારતના રિનોવેશન વખતે દિવાલ તૂટી પડતાં કાટમાળ નીચે ચાર દબાયા, બેનાં મોત"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel