-->
ભરૂચ-દહેજ રોડ ઉપર મઢુલી સર્કલ પાસે ફૂલ સ્પીડે જતી કાર આગળની કાર સાથે ધડાકાભેર અથડાઈ, ચાલક અકસ્માત સર્જી ફરાર

ભરૂચ-દહેજ રોડ પર મઢુલી સર્કલ પાસે આગળ ચાલતી કારને બેકાબુ કારે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હોવાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આગળ જતી કારમાં સવાર પરિવારને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જ્યારે અકસ્માત કરનારો કાર ચાલક ટક્કર મારી ઘટનાસ્થળેથી ફરાર થયો છે.
ભરૂચ-દહેજ રોડ ઉપર વાહન ચાલકો ગફલતભરી રીતે વાહન હંકારતા હોવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે ભરૂચ-દહેજ બાયપાસ રોડ ઉપરથી એક કાર ચાલક પરિવાર સાથે પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન મઢુલી સર્કલ પાસે સ્પીડ બ્રેકરને પાર કરવા જતાં પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલા અન્ય કાર ચાલકે તેને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

ચાલક અકસ્માત સર્જી ફરાર થઇ ગયો

આ અકસ્માતમાં પરિવારના સભ્યોએ સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જ્યારે કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતની ઘટનાના ફૂટેજ નજીકમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. નોંધનીય છે કે અકસ્માત અંગે હજુ સુધી કોઈપણ જાતની પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

0 Response to "ભરૂચ-દહેજ રોડ ઉપર મઢુલી સર્કલ પાસે ફૂલ સ્પીડે જતી કાર આગળની કાર સાથે ધડાકાભેર અથડાઈ, ચાલક અકસ્માત સર્જી ફરાર"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel