ધૂળેટીની રાત્રે ઉભરાટ બીચ પર ડૂબેલા 3 યુવાનોના મૃતદેહ મળી આવ્યા, 2 સુરત અને એક નવસારીનો રહેવાસી
ધૂળેટીની રાત્રે ઉભરાટ બીચ પર ડૂબેલા 3 યુવાનોના મૃતદેહ મળી આવ્યા, 2 સુરત અને એક નવસારીનો રહેવાસી
ધૂળેટી એટલે રંગોનો પર્વ. આનંદ અને ઉલ્લાસનો પર્વ પરંતુ આ દિવસે અનેક પરિવારમાં શોકની લાગણી ફરી વળી.ધૂળેટી રમ્યા બાદ નદી કે દરિયામાં ન્હાવા પડેલા યુવકો મોતને ભેટ્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે નવસારીના ઉભરાટ બીચ પર ત્રણ યુવાનો ડૂબવાની ઘટના સામે આવી હતી. ધૂળેટીની મોડી રાત્રે યુવકો દરિયામાં ડૂબી ગયા હતા. જેની ભારે શોધખોળ બાદ મૃતદેહ મળી આવતા શોકની લાગણી ફરી વળી છે. આ ત્રણેયમાંથી 2 યુવાનો સુરત અને એક યુવક નવસારીનો રહેવાસી હતો. ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનુ છે ેક તહેવાર આનંદ અને ઉત્સાહ લાવે છે પરંતુ આપણી બેદરકારી અને મસ્તીને કારણે તહેવાર માતમમાં ફેરવાતા વાર નથી લાગતી.
0 Response to "ધૂળેટીની રાત્રે ઉભરાટ બીચ પર ડૂબેલા 3 યુવાનોના મૃતદેહ મળી આવ્યા, 2 સુરત અને એક નવસારીનો રહેવાસી"
ટિપ્પણી પોસ્ટ કરો