મહિલા વર્લ્ડકપ: ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટથી આપ્યો પરાજય, સતત 5 મેચ જીતીને પહોંચ્યું સેમિફાઈનલમાં
મહિલા વર્લ્ડકપ: ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટથી આપ્યો પરાજય, સતત 5 મેચ જીતીને પહોંચ્યું સેમિફાઈનલમાં
ઓસ્ટ્રેલિયાએ મહિલા વનડે વિશ્વ કપના 18મા મુકાબલામાં ભારતીય મહિલા ટીમને 6 વિકેટથી પરાજય આપ્યો છે. મેચમાં ભારતીય ટીમે ટોસ હારીને પહેલા બેટિંગ કરીને 7 વિકેટમાં 277 રન બનાવ્યાં હતા. મિતાલી રાજે 68, હરમનપ્રીત કૌરે અણનમ 57 અને યાસ્તિકા ભાટીયાએ 59 રન કર્યાં હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 4 વિકેટ ગુમાવીને 280 રન બનાવીને સેમિફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો.
ઓસ્ટ્રેલિયાની ટીમ માટે કેપ્ટન મેગ લેનિંગે 97 રનની ઇનિંગ રમી હતી. તે સદીની નજીક આવ્યો અને કેચ આઉટ થયો. તેના સિવાય વિકેટકીપર એલિસા હિલીએ 72 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી પૂજા વસ્ત્રાકરે 2 વિકેટ લીધી હતી. મેઘના સિંઘ અને સ્નેહ રાણાએ 1-1થી સફળતા હાંસલ કરી હતી.
0 Response to "મહિલા વર્લ્ડકપ: ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટથી આપ્યો પરાજય, સતત 5 મેચ જીતીને પહોંચ્યું સેમિફાઈનલમાં"
ટિપ્પણી પોસ્ટ કરો