ભરૂચમાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ ગામના તળાવો ઊંડા કરવાનો દુષ્યંત પટેલના હસ્તે પ્રારંભ
ભરૂચમાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ ગામના તળાવો ઊંડા કરવાનો દુષ્યંત પટેલના હસ્તે પ્રારંભ
ભરૂચના નંદેલાવ ગામથી સુજલામ સુફલામ જળ અભિયાન 2022 યોજના હેઠળ ગામના તળાવોને ઊંડા કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરના કોલવડા ગામથી સુજલામ સુફલામ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લામાં સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવોને ઉંડા કરી જળસંગ્રહ કરવા માટેનો પ્રારંભ આજે શનિવારથી કરવામાં આવ્યો છે.
ભરૂચના નંદેલાવ ગામ ખાતેથી વિધાનસભા મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે શ્રીફળ વધેરી યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તળાવો ઊંડા કરી જળ સંગ્રહ કરી જળસ્તર ઊંચું લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી અને અધિકારીઓ તેમજ ગામના સરપંચ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
0 Response to "ભરૂચમાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ ગામના તળાવો ઊંડા કરવાનો દુષ્યંત પટેલના હસ્તે પ્રારંભ"
ટિપ્પણી પોસ્ટ કરો