ફાગણી પૂનમે હરિધામ સોખડા મંદિરના દરવાજા બંધ કરી પ્રેમસ્વરૂપ સ્વામીના જૂથનો રંગોત્સવ ઉજવણી
ફાગણી પૂનમે હરિધામ સોખડા મંદિરના દરવાજા બંધ કરી પ્રેમસ્વરૂપ સ્વામીના જૂથનો રંગોત્સવ ઉજવણી
હરિધામ-સોખડામાં ગાદીના ગજગ્રાહ વચ્ચે ફાગણી પૂનમ ભરવાની બાધા પૂરી કરવા દૂર દૂરથી આવેલા ભક્તો માટે ધુળેટીના દિવસે મંદિરના દરવાજા બંધ રાખવામાં આવતાં મંદિરના ગેટ પાસે જ હાથ જોડી ભક્તો રીતસરના રડી પડ્યાં હતાં. સંતોની સત્તા માટેની લડાઈમાં ભક્તો જાણે ભગવાનથી દૂર થઈ ગયા છે. બીજી તરફ પ્રેમ સ્વરૂપ સ્વામીના જૂથ દ્વારા બંધ બારણે બોલો તારા રારા.. ગીત પર રંગોત્સવની ઉજવણી કરાઇ હતી.
બેકઠમાં બપોરે 4 વાગ્યાથી શરૂ થઇને રાત્રે 9 વાગ્યા સુધી ચાલી હતી. બેઠકમાં સામેલ હરિભકતોએ ભેગા મળીને કામ કરવા અને સમાધાન લાવવાનો મુદો મૂકયો હતો. આ કમિટી રચીને પ્રાદેશિક લેવલે નિર્ણયો લેતાં પ્રબોધસ્વામી જૂથના સંતોની સત્તા પર કાપ મૂકવાનો તખ્તો ઘડાયો હોવાનો આક્ષેપ કેટલાક હરિભકતો અને સંતોએ કર્યો હતો.હરિધામ સોખડાના દ્વારા હરિભક્તો માટે બંધ રખાયા હતા
કરજણના કાર્યક્રમમાં પ્રબોધ સ્વામી કોરણે
20 માર્ચે કરજણ આત્મીય ધામ ખાતે નિર્મળ સ્વામીની હાજરીમાં આયોજિત મૂર્તિ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં પણ પ્રબોધ સ્વામીની બાદબાકી કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં પ્રેમ સ્વરૂપ સ્વામી અને તેમના જૂથના સંતો તેમજ ભક્તોને જ બોલાવવામાં આવશે, તેમ હરિભક્તોના એક ચોક્કસ જૂથે જણાવ્યું હતું. બીજી તરફ હોળીના દિવસે માંજલપુર આત્મીય ધામ ખાતે વડોદરા મંડળના સ્થાપના દિવસે સમઢિયાળાથી નિર્મળ સ્વામીને બોલાવાયા હતા. જ્યારે આત્મીય ધામ માટે દિવસ-રાત એક કરનારા સુચેતન સ્વામીને આ કાર્યક્રમ અંગે કાંઈ પણ કહેવામાં ન આવ્યું હતું.
0 Response to "ફાગણી પૂનમે હરિધામ સોખડા મંદિરના દરવાજા બંધ કરી પ્રેમસ્વરૂપ સ્વામીના જૂથનો રંગોત્સવ ઉજવણી"
ટિપ્પણી પોસ્ટ કરો