-->
 કેવડિયા જંગલ સફારીમાં રૂ. 5.47 કરોડના ખર્ચે 163 પશુ-પક્ષી લવાયા, તેમાંથી 49નાં મોત થયાં

કેવડિયા જંગલ સફારીમાં રૂ. 5.47 કરોડના ખર્ચે 163 પશુ-પક્ષી લવાયા, તેમાંથી 49નાં મોત થયાં

 કેવડિયા જંગલ સફારીમાં રૂ. 5.47 કરોડના ખર્ચે 163 પશુ-પક્ષી લવાયા, તેમાંથી 49નાં મોત થયાં



કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક તૈયાર કરવામાં આવેલા જંગલ સફારી પાર્કને 18 ફેબ્રુઆરી 2020ના રોજ વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ સફારી પાર્કમાં વિદેશથી પશુ પક્ષીઓ લાવવામાં આવ્યાં છે. કેટલાય વિદેશી પ્રાણીઓ પાર્કમાં પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.

દરમિયાન ગુરુવારે વિધાનસભા સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યએ રાજ્ય સરકારને સવાલ કર્યો હતો કે, જંગલ સફારી પાર્કમાં અન્ય રાજ્યોમાંથી તેમજ વિદેશથી લાવવામાં આવેલા કેટલા પ્રાણીઓ અને પક્ષીઓ જીવીત છે? જેના જવાબમાં સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, જંગલ સફારી પાર્કમાં વિદેશથી લવાયેલા 49 પ્રાણીઓના મોત થયા છે.

સરકારે મૃત્યુ માટેના આપેલા કારણો
વિધાનસભામાં ઉત્તર આપતાં રાજ્ય સરકારે ખુલાસો કર્યો હતો કે, વિદેશથી 22 પ્રાણીઓ લવાયા હતા જેમાંથી આઠનાં મોત થયા છે. વિદેશથી લવાયેલા મોટાભાગના પશુઓ અને પક્ષીઓના વાહિકાતંત્ર અને શ્વસનતંત્ર નિષ્ફળ જતાં મોત થયા છે. મૃત્યુના અન્ય કારણોમાં હાયપોવોલેમિક શૉક, એસ્ફેક્સિયા, મલ્ટી-ઓર્ગન ફેઈલ્યોર, પેટમાં ગંભીર દુઃખાવો, ન્યૂમોનિયા અને હૃદય બંધ થઈ જવાનો સમાવેશ થાય છે.

જળ પ્લાવિત ક્ષેત્રોમાં રહેતા 78નાં મોત
અન્ય રાજ્યોમાંથી લવાયેલા ખિસકોલી, લીલા ઈગુઆના, કપૂચિન વાંદરા, કાળો દીપડો, ઘરિયાલ જેવા અનેક પશુ, પંખીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જંગલ સફારીમાં જીવિત છે. જો કે, જળ પ્લાવિત ક્ષેત્રોમાં રહેતા 78 કોનર્સમાંથી 29નાં મોત થયા છે. માત્ર કોનર્સ જ નહી, મકાઉ, ફિસેન્ટ જેવા પક્ષીઓમાં પણ શ્વસન, રૂધિર તંત્રની નિષ્ફળતાથી મૃત્યુ થયા છે.

કેમેરા ફી પેટે રૂ. 22.75 લાખ વસૂલાયા
સરકારે બીજા એક પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવ્યું કે, બે વર્ષમાં કુલ 8.37 લાખ પ્રવાસીઓએ કેવડિયા જંગલ સફારીની મુલાકાત લીધી છે. તેમાંથી 15.74 કરોડની આવક થઈ છે. અકોટાના ભાજપના ધારાસભ્ય સીમા મોહિલેના પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું કે, 2020માં 1.26 લાખ પ્રવાસીઓએ પાર્કની મુલાકાત લેતાં 2.24 કરોડ રૂપિયાની આવક થઈ હતી. કેમેરા ફી પેટે 3.16 લાખ રૂપિયાની આવક થઈ છે. 2021માં 7.12 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી અને ટિકિટ વેચાણથી 13.23 કરોડ રૂપિયાની આવક થઈ છે.


0 Response to " કેવડિયા જંગલ સફારીમાં રૂ. 5.47 કરોડના ખર્ચે 163 પશુ-પક્ષી લવાયા, તેમાંથી 49નાં મોત થયાં"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel