-->
  અમદાવાદમાં પાર્કિંગની ગંભીર સમસ્યા, રસ્તાઓ પર મનફાવે ત્યાં વાહનો, નો પાર્કિંગ ઝોનની ઐસીતૈસી

અમદાવાદમાં પાર્કિંગની ગંભીર સમસ્યા, રસ્તાઓ પર મનફાવે ત્યાં વાહનો, નો પાર્કિંગ ઝોનની ઐસીતૈસી

  અમદાવાદમાં પાર્કિંગની ગંભીર સમસ્યા, રસ્તાઓ પર મનફાવે ત્યાં વાહનો, નો પાર્કિંગ ઝોનની ઐસીતૈસી



અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાથી નાગરિકો એટલા ત્રસ્ત છે કે ન પૂછો વાત. કોઈ વ્યવસ્થા જ ન હોય પછી વાહનો જ્યાં ત્યાં પાર્ક કરવાના કારણે વળી બીજી અનેક્ સમસ્યા ભોગવવી પડે છે.

  • અમદાવાદમાં પાર્કિંગની ગંભીર સમસ્યા 
  • નો પાર્કિંગના બોર્ડની ઐસી તૈસી
  • કાર્યવાહીના તંત્રના દાવાઓ પોકળ 

અમદાવાદમાં પાર્કિંગની ગંભીર સમસ્યા 
અમદાવાદમાં સ્માર્ટ સિટી પાર્કિંગ સમસ્યાનો પ્રશ્ન વિકટ બન્યો છે. પાર્કિંગની સારી વ્યવસ્થાના અભાવે જાહેર માર્ગો પર બેફામ વાહનો પાર્કિંગ થઇ રહ્યાં છે. વાહનચાલકો મનફાવે તેમ વાહન પાર્કિંગ કરી રહ્યાં છે. પાર્કિંગ વ્યવસ્થાના અભાવે મનફાવે ત્યાં વાહન પાર્કિંગ કરવા મજબૂર બન્યા છે.

ફૂટપાથ પર પાર્ક થાય છે હજારોની સંખ્યામાં વાહનો 
અમદાવાદમાં શહેરીજનો ફુટપાથ પર હજારોની સંખ્યામાં વાહન પાર્ક કરી રહ્યાં છે. રહેણાંક વિસ્તારમાં બહારથી આવતા પ્રવાસીઓ પણ રોડ પર પાર્કિંગ કરી રહ્યાં છે. સોસાયટીના માર્ગો પર વાહન ચાલકોએ સ્વેચ્છાએ પાર્કિંગ પોઇન્ટ બનાવી દીધા છે. એ હિસાબે પાર્કિંગ એક ખૂબ મોટી સમસ્યા તરીકે જોવા મળી રહી છે. 

નો પાર્કિંગના બોર્ડની અવગણના 

અમદાવાદના ઘણા બધા વિસ્તારોમાં નો પાર્કિંગ ઝોનના બોર્ડ છતાં બેફામ વાહન પાર્કિંગ થઇ રહ્યાં છે. સામે એ પણ સાચી સમસ્યા છે કે પાર્કિંગની એવી સારી કોઈ વ્યવસ્થા જ નથી તો મજબૂર વાહન ચાલકો બીજું કરે પણ શું? 

પાર્ક થયેલ વાહનોના કારણે અડધા રસ્તાઓ બ્લોક 
મોટી સમસ્યા એ પણ છે કે લોકો પોતાના મોટાં મોટાં વાહનો રસ્તા પર પાર્ક કરી દે છે જેના કારણે અડધા રસ્તા બ્લોક થઈ જતાં હોય છે. 

કાર્યવાહીના દાવા પોકળ 
આ રીતે બેફામ વાહનપાર્ક કરતા લોકો સામે કડક કાર્યવાહી થશે એવા દાવાઓ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. પણ તંત્રના કાર્યવાહીના આ તમામ દાવા પોકળ સાબિત થયા છે.



0 Response to " અમદાવાદમાં પાર્કિંગની ગંભીર સમસ્યા, રસ્તાઓ પર મનફાવે ત્યાં વાહનો, નો પાર્કિંગ ઝોનની ઐસીતૈસી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel