-->
 ડીઝલના ભાવમાં 25 રુપિયાનો વધારો, કિંમત પહોંચી 122 રુપિયાને પાર,પણ સાથે મળી રાહત

ડીઝલના ભાવમાં 25 રુપિયાનો વધારો, કિંમત પહોંચી 122 રુપિયાને પાર,પણ સાથે મળી રાહત

 ડીઝલના ભાવમાં 25 રુપિયાનો વધારો, કિંમત પહોંચી 122 રુપિયાને પાર,પણ સાથે મળી રાહત



મુંબઈમાં જથ્થાબંધ ડીઝલ ખરીદતા લોકોને તગડો ઝટકો લાગ્યો છે. જથ્થાબંધ ગ્રાહકો માટે ડીઝલના ભાવમાં 25 રૂપિયાનો વધારો કરાયો છે.

  • મુંબઈમાં જથ્થાબંધ ડીઝલના ભાવમાં થયો 25 રુપિયાનો વધારો
  • એક લીટર ડીઝલની કિંમત પહોંચી 122 રુપિયા
  • છૂટક ડીઝલના ભાવ યથાવત,કોઈ ફેરફાર નહીં 

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાની વચ્ચે મુંબઈમાં જથ્થાબંધ પેટ્રોલના ભાવમાં તગડો વધારો કરાયો છે. આ માહિતી આપતા સૂત્રોએ જણાવ્યું હતું કે જથ્થાબંધ ગ્રાહકોને વેચાતું ડીઝલ 25 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થયું છે. આ પગલું આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવમાં 40 ટકાના ઉછાળા બાદ લેવામાં આવ્યું છે. 

છૂટક ડીઝલના ભાવ યથાવત
મુંબઈમાં ફક્ત જથ્થાબંધ ડીઝલના ભાવમાં વધારો થયો છે.પેટ્રોલ પંપ દ્વારા વેચાતા ડીઝલના છૂટક ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

પેટ્રોલ પંપના વેચાણમાં 20 ટકાનો ઉછાળો 

આ મહિને પેટ્રોલ પંપના વેચાણમાં 20 ટકાનો ઉછાળો આવ્યો છે. બસ કાફલા સંચાલકો અને મોલ્સ જેવા જથ્થાબંધ ગ્રાહકોએ પેટ્રોલ પમ્પ પરથી બળતણ ખરીદ્યું છે. સામાન્ય રીતે તેઓ પેટ્રોલિયમ કંપનીઓ પાસેથી સીધું ઇંધણ ખરીદે છે. આનાથી બળતણનું છૂટક વેચાણ કરતી કંપનીઓના નુકસાનમાં વધારો થયો છે. સૌથી વધુ અસર નાયરા એનર્જી, જિયો-બીપી અને શેલ જેવી કંપનીઓ પર પડી છે. વેચાણમાં વધારો થવા છતાં આ કંપનીઓએ હજુ વોલ્યુમ ઘટાડ્યું નથી. પરંતુ હવે પમ્પ માટેની કામગીરી આર્થિક રીતે સધ્ધર રહેશે નહીં.

દેશમાં છે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડાની ચર્ચા
ઉલ્લેખનીય છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડાની ચર્ચા ચાલી રહી છે. હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં પણ ઘટાડો થયો છે તેનો લાભ ઓઈલ કંપનીઓ ગ્રાહકોને આપી શકે છે. 



0 Response to " ડીઝલના ભાવમાં 25 રુપિયાનો વધારો, કિંમત પહોંચી 122 રુપિયાને પાર,પણ સાથે મળી રાહત"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel