-->
હિજાબ કેસ: ચુકાદો આપનાર જજને Y કેટેગરીની સુરક્ષા અપાઈ, કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસને ધમકી મળી

હિજાબ કેસ: ચુકાદો આપનાર જજને Y કેટેગરીની સુરક્ષા અપાઈ, કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસને ધમકી મળી

 હિજાબ કેસ:ચુકાદો આપનાર જજને Y કેટેગરીની સુરક્ષા અપાઈ, કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસને ધમકી મળી



હિજાબ વિવાદમાં ચુકાદો સંભળાવનારા જજોને ધમકીઓ મળી રહી છે. આમાં હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ઋતુરાજ અવસ્થી પણ સામેલ છે. કર્ણાટક હાઈકોર્ટના વકીલ ઉમાપતિને સોશિયલ મીડિયા પર એક વીડિયો મળ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે- અમને ખબર છે કે ચીફ જસ્ટિસ મોર્નિંગ વોક માટે ક્યાં જાય છે. વકીલે રજિસ્ટ્રારને પત્ર લખ્યો હતો અને આ અંગે માહિતી આપી હતી. આ પછી પોલીસે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

ધમકીને ધ્યાનમાં લેતા કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ જજોને Y શ્રેણીની સુરક્ષાની જાહેરાત કરી છે. CMએ કહ્યું- અમે હિજાબ કેસમાં ફેંસલો સંભળાવનાર તમામ 3 જજોને  Y કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જજને મળી રહેલી ધમકીઓના મામલાની તપાસ કરવા IGને સૂચના આપવામાં આવી છે.

કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. 15 માર્ચે હિજાબ પર ચુકાદો સંભળાવનાર જજને આ ધમકી આપવામાં આવી છે. એડવોકેટ ઉમાપતિ એસે આરોપ લગાવ્યો છે કે તેમને વોટ્સએપ પર એક વીડિયો મેસેજ મળ્યો હતો. જેમાં ચીફ જસ્ટિસ રિતુ રાજ અવસ્થીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ધમકી મળ્યા બાદ કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સહિત 3 જજને Y શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે.

કર્ણાટકના મોટાભાગના વિસ્તારોમાં હિજાબ વિવાદનો મુદ્દો બની ગયો હતો. જે બાદ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે હિજાબ કોઈ જરૂરી નથી. ધાર્મિક પ્રથા નથી. વકીલે જણાવ્યું હતુ કે, "હું વીડિયો જોઈને ચોંકી ગયો હતો અને તેથી મેં તરત જ રજિસ્ટ્રાર (હાઈકોર્ટ)નો સંપર્ક કર્યો હતો." રજિસ્ટ્રારને લખેલા પત્રમાં વકીલે કહ્યું, "મને સવારે 9:45 વાગ્યે એક વોટ્સએપ વીડિયો મેસેજ મળ્યો, જે તમિલ ભાષામાં છે.

વકીલે આરોપ લગાવ્યો કે વીડિયો "તમિલનાડુ (કદાચ મદુરાઈ જિલ્લા)થી મોકલવામાં આવ્યો છે." વકીલે કહ્યું, "કર્ણાટકના માનનીય ચીફ જસ્ટિસને એમ કહીને ધમકી આપવામાં આવી છે કે તેઓ જાણે છે કે ચીફ જસ્ટિસ ફરવા માટે ક્યાં જાય છે." આ ધમકીમાં ઝારખંડના જજની હત્યાનો પણ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે હિજાબ મામલે સંભળાવવામાં આવેલા કોર્ટેનાં નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.

પોલીસે બે લોકોની ધરપકડ કરી
મળતી માહિતી મુજબ, પોલીસે હાઈકોર્ટના જજને ધમકાવવાના મામલે બે લોકોની ધરપકડ કરી છે. આ મામલે કોવઈ રહેમતુલ્લા નામના શખ્સને તિરુનાલવેલીથી ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે, 44 વર્ષીય જમાલ મોહમ્મદ ઉસ્માનીની તંજવુરમાંથી અટકાયત કરવામાં આવી હતી.

0 Response to "હિજાબ કેસ: ચુકાદો આપનાર જજને Y કેટેગરીની સુરક્ષા અપાઈ, કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસને ધમકી મળી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel