પાંડેસરામાં અમિત સિલ્ક મિલમાં ભીષણ આગ, ફાયર વિભાગની 17 ગાડીઓએ કલાકોની જહેમતે આગ પર કાબૂ મેળવ્યો
પાંડેસરામાં અમિત સિલ્ક મિલમાં ભીષણ આગ, ફાયર વિભાગની 17 ગાડીઓએ કલાકોની જહેમતે આગ પર કાબૂ મેળવ્યો
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી અમિત સિલ્ક મિલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેના પગલે ફાયર વિભાગ 17 જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. કલાકોની જહેમત બાદ ફાયરે વિભાગને આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.
મિલમાં આગનું કારણ અકબંધ
પાંડેસરા વિસ્તારમાં આવેલી અમિત સિલ્ક મિલમાં સવારે આગ ફાળી નીકળી હતી. આગના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની 17 ગાડીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. કલાકોની જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનામાં હાલ કોઈ જાનહાનિ થઈ નથી. જ્યારે હાલ ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી ચાલી રહી છે. જોકે, આગનું કારણ અકબંધ છે. આગના પગલે મિલ મોટા નુકસાનનું અનુમાન છે.
0 Response to "પાંડેસરામાં અમિત સિલ્ક મિલમાં ભીષણ આગ, ફાયર વિભાગની 17 ગાડીઓએ કલાકોની જહેમતે આગ પર કાબૂ મેળવ્યો"
ટિપ્પણી પોસ્ટ કરો