-->
સલામત સવારી કરાવતી એસ.ટી બસના ડ્રાઇવર-કંડક્ટર દારૂ પીને ગાડી ચલાવતા મુસફરો નીચે ઉતર્યા, બસમાંથી દારૂની 6 બોટલ મળી

સલામત સવારી કરાવતી એસ.ટી બસના ડ્રાઇવર-કંડક્ટર દારૂ પીને ગાડી ચલાવતા મુસફરો નીચે ઉતર્યા, બસમાંથી દારૂની 6 બોટલ મળી

સલામત સવારી કરાવતી એસ.ટી બસના ડ્રાઇવર-કંડક્ટર દારૂ પીને ગાડી ચલાવતા મુસફરો નીચે ઉતર્યા, બસમાંથી દારૂની 6 બોટલ મળી



એસ.ટી.બસમાં રોજ હજારો લોકો મુસાફરી કરી રહ્યા હોય છે, ત્યારે બસ ડ્રાઇવર તેમને સલામતી પૂર્વક બસ ચલાવીને મુકામ પર પહોંચાડે છે. પરંતુ અમદાવાદમાં એક એસ.ટી.બસમાં ડ્રાઇવર અને કંડક્ટર બંને દારૂ પીધેલી હાલતમાં હતા, અને બસમાં લોકોએ હોબાળો કરતા બસ ઉભી રાખીને ફરાર થઇ ગયા હતા. જ્યારે પોલીસે બસમાં તપાસ કરી ત્યારે બસમાંથી દારૂની 6 બોટલ મળી આવી હતી.

ઝાલોદ-ટંકારા એસ.ટી બસનો ડ્રાઇવર ફૂલ સ્પીડમાં બસ ચલાવતો હતો, જેથી મુસાફરોએ બસ ઉભી રાખવાનું કહેતા ડ્રાઈવરે બસ ઉભી રાખી હતી. જે બાદ બસ ધીમી સ્પીડમાં ચલાવવાનું કહેતા તેમ કર્યું નહોતું અને બસનો ડ્રાઇવર તથા કંડક્ટર દારૂ પીધેલી હાલતમાં હતા. જેને પગલે મુસાફરોએ પોલીસને ફોન કર્યો હતો. પોલીસને ફોન કરતા જ ડ્રાઇવર કંડક્ટર ફરાર થઇ ગયા હતા.

વાસણા AMTS બસ સ્ટેન્ડ પાસે જ બસ ઉભી હતી, જ્યાં પોલીસ પણ પહોંચી હતી અને મુસાફરોની પૂછપરછ કરતા મુસાફરોએ હકીકત જણાવી હતી. પોલીસે બસમાં તપાસ કરતા ડ્રાઇવર સીટ પાસેની એક બેગમાંથી દારૂની 6 બોટલ મળી આવી હતી. વાસણા પોલીસે બસના ડ્રાઇવર અને કંડક્ટર વિરુદ્ધમાં ગુનો નોંધ્યો છે. જોકે ડ્રાઇવર અને કંડક્ટર ફરાર થઇ ગયા છે.પોલીસે દારૂની બોટલ તથા બસને કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.

 

0 Response to "સલામત સવારી કરાવતી એસ.ટી બસના ડ્રાઇવર-કંડક્ટર દારૂ પીને ગાડી ચલાવતા મુસફરો નીચે ઉતર્યા, બસમાંથી દારૂની 6 બોટલ મળી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel