-->
ભારતી સિંહે બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો, મેટરનિટી ફોટોશૂટ કરાવીને કહ્યું, 'આવનારા બાળકની મમ્મી'

ભારતી સિંહે બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો, મેટરનિટી ફોટોશૂટ કરાવીને કહ્યું, 'આવનારા બાળકની મમ્મી'

 ભારતી સિંહે બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો, મેટરનિટી ફોટોશૂટ કરાવીને કહ્યું, 'આવનારા બાળકની મમ્મી'

કોમેડિયન ભારતી સિંહ ટૂંક સમયમાં માતા બનવાની છે. હાલમાં જ ભારતીએ પતિ હર્ષ લિંબાચિયા સાથે મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું હતું. ફોટોશૂટમાં ભારતી પેસ્ટલ સ્કાય રોઝી રંગના રફલ્ડ ડ્રેસમાં જોવા મળી હતી.
ભારતીએ સો.મીડિયામાં ફોટોશૂટ શૅર કર્યું
ભારતીએ સો.મીડિયામાં ફોટોશૂટની તસવીરો શૅર કરીને કહ્યું હતું, 'આવનારા બાળકની મમ્મી.' ચાહકો તથા સેલેબ્સને આ ફોટોશૂટ ઘણું જ પસંદ આવ્યું છે. ભારતી સિંહ આગામી મહિને પહેલા બાળકને જન્મ આપશે.

હર્ષ પત્નીની દેખરેખ રાખે છે
ભારતીએ થોડાં સમય પહેલાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે હર્ષ નર્સની જેમ તેની દેખરેખ રાખે છે. જ્યારે તેને કમરમાં દુખાવો થતો હોય તો તે પાણી ગરમ કરીને આપે છે. રાત્રે તેને કંઈ પણ ખાવાની ઈચ્છા થાય તો તે ફૂડ એપ્સ પર ઓર્ડર કરીને મગાવી આપે છે.

0 Response to "ભારતી સિંહે બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો, મેટરનિટી ફોટોશૂટ કરાવીને કહ્યું, 'આવનારા બાળકની મમ્મી'"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel