યુનિવર્સિટીની ફી બારી પાસે યુવાને એક વિદ્યાર્થિનીને માર માર્યો, ગાર્ડ જોતા રહ્યા
યુનિવર્સિટીની ફી બારી પાસે યુવાને એક વિદ્યાર્થિનીને માર માર્યો, ગાર્ડ જોતા રહ્યા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં સોમવારે ફી બારીએ ઊભા રહેવા મુદ્દે બે વિદ્યાર્થિનીઓ બાખડી પડી હતી. બંને વિદ્યાર્થિનીઓ વચ્ચે મારામારી થયા બાદ બંનેની સાથે આવેલા યુવકો પણ આવી ગયા હતા અને તેઓ પણ મારામારી પર ઉતરી આવ્યા હતા એવામાં એક વિદ્યાર્થિની સાથે આવેલા યુવકે બીજી વિદ્યાર્થિનીને ઢોરમાર મારતા આસપાસમાંથી વિદ્યાર્થીઓ એકઠા થઇ ગયા હતા પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં ઊભેલા ત્રણથી વધુ સિક્યુરિટી ગાર્ડ તમાસો જોઈ રહ્યા હતા.
બાદમાં કેમ્પસ પર રહેલા વિદ્યાર્થી અને એનએસયુઆઈના આગેવાનો પણ ત્યાં પહોંચી જતા છોડાવ્યા હતા અને બાદમાં પોલીસને પણ જાણ કરવામાં આવતા પીસીઆર વાન યુનિવર્સિટી કેમ્પસમાં આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો. બંને વિદ્યાર્થિનીઓને પોલીસ ફરિયાદ કરવા પણ જણાવાયું હતું પરંતુ બંનેમાંથી કોઈએ પોલીસ ફરિયાદ કરી ન હતી, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વર્ષે સિક્યુરિટીના કોન્ટ્રાક્ટ પાછળ લાખોનો ખર્ચ કરી રહી છે, પરંતુ આ પ્રકારના બનાવ સમયે જ સિક્યુરિટી કામ નહીં આવતા વિદ્યાર્થીઓમાં પણ રોષ ફેલાયો છે.
0 Response to "યુનિવર્સિટીની ફી બારી પાસે યુવાને એક વિદ્યાર્થિનીને માર માર્યો, ગાર્ડ જોતા રહ્યા"
ટિપ્પણી પોસ્ટ કરો