વડોદરામાં 'ધ કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મની ટિકિટ લઇને આવતા લોકોને મફત નાસ્તો કરાવ્યો, નેતાઓ અને સામાજિક કાર્યકરોએ લોકોને ફિલ્મ બતાવી
વડોદરામાં 'ધ કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મની ટિકિટ લઇને આવતા લોકોને મફત નાસ્તો કરાવ્યો, નેતાઓ અને સામાજિક કાર્યકરોએ લોકોને ફિલ્મ બતાવી
80-90ના દાયકામાં જમ્મુ કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો ઉપર ગુજારવામાં આવેલા અત્યાચારને ઉજાગર કરતી બનાવવામાં આવેલી 'ધ કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મ લોકોને બતાવવાના ઠેર-ઠેર આયોજનો થઇ રહ્યા છે, ત્યારે આજે વડોદરા શહેરમાં સ્ટેશન ખાતે આવેલ એક નાસ્તા હાઉસના સંચાલકો અને મિશન રામસેતુ ટ્રસ્ટ દ્વારા ટિકિટ લઈને આવનાર લોકોને મફત નાસ્તો કરાવવામાં આવ્યો હતો. તો બીજી બાજુ વડોદરામાં સામૂહિક લગ્નનું આયોજન કરનાર કાર્યકર દ્વારા પણ 30 ઉપરાંત યુવાન અને યુવતીઓના જોડાને ફિલ્મ બતાવવામાં આવી હતી. આ સાથે ડભોઈના ધારાસભ્ય દ્વારા પણ ડભોઇ ખાતે 'ધ કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ફિલ્મ ટિકિટ બતાવે તેને મફત નાસ્તો અપાયો
વડોદરાના રેલવે સ્ટેશન પાસે આવેલા અગ્રવાલ નાસ્તા હાઉસ દ્વારા તા. 20 અને તા. 21 માર્ચના રોજ બે દિવસ કાશ્મીર ફાઈલ ફિલ્મ જોઈને આવનાર અને ટિકિટ બતાવનાર વ્યક્તિને નાસ્તો આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. મિશન રામસેતુ ટ્રસ્ટના પ્રમુખ દિપભાઈ અગ્રવાલે જણાવ્યું હતું કે, કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો ઉપર 90ના દાયકામાં ગુજારવામાં આવેલા અત્યાચાર અંગે લોકો માહિતગાર થાય તેવા હેતુથી આ બનાવવામાં આવેલી ફિલ્મ છે, ત્યારે વધુમાં વધુ લોકો આ ફિલ્મ નિહાળે તે માટે મિશન રામસેતુ ટ્રસ્ટ તેમજ અગ્રવાલ નાસ્તા હાઉસ દ્વારા તા. 20 અને 21 માર્ચ એમ બે દિવસ ફિલ્મ જોઈ ટિકિટ લઈને આવનારને નાસ્તો આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
0 Response to "વડોદરામાં 'ધ કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મની ટિકિટ લઇને આવતા લોકોને મફત નાસ્તો કરાવ્યો, નેતાઓ અને સામાજિક કાર્યકરોએ લોકોને ફિલ્મ બતાવી"
ટિપ્પણી પોસ્ટ કરો