LAC પર તણાવ ખતમ કરવાની તૈયારી, ચીન લદાખમાંથી સૈનિકો હટાવી શકે છે
LAC પર તણાવ ખતમ કરવાની તૈયારી, ચીન લદાખમાંથી સૈનિકો હટાવી શકે છે
યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધની અસર વૈશ્વિક રાજકારણ પર પણ પડી રહી હોય એવું લાગી રહ્યું છે. તેનો ફાયદો પૂર્વ લદાખમાં એલએસી પર ચીનની સેનાની વાપસીના રૂપમાં ભારતને મળી શકે છે. ગઈ ફેબ્રુઆરીમાં લદાખના પેંગોંગ સરોવરની ઉત્તર અને દક્ષિણે ભારત અને ચીનની સેનાની સામસામે તહેનાતી થઈ હતી.
આ સ્થળ સહિત એલએસીના અન્ય વિસ્તારોમાંથી બંને દેશની સેનાની વાપસીની ફોર્મુલા શોધવા તેમજ ભારત સાથેના સંબંધ સુધારવાના હેતુથી ચીનના વિદેશ મંત્રી વાંગ યી આ મહિનાના અંતે નવી દિલ્હી આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યાનુસાર, બંને દેશના સંબંધ સામાન્ય બનાવવાનો રોડમેપ આ મુલાકાતમાં નક્કી થશે.
વાંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બ્રિક્સ સંમેલનમાં હિસ્સેદારી માટે બેજિંગ આવવાનું આમંત્રણ આપશે. જો આ મુદ્દે ભારત સંમત થશે તો બ્રિક્સની તૈયારી માટે વિદેશ મંત્રી એસ. જયશંકર બેજિંગની મુલાકાતે જઈ શકે છે.
0 Response to "LAC પર તણાવ ખતમ કરવાની તૈયારી, ચીન લદાખમાંથી સૈનિકો હટાવી શકે છે"
ટિપ્પણી પોસ્ટ કરો